અમદાવાદીઓ સાવધાન: ટ્રાફિકથી ધમધમખતા શહેરના બે મોટા અંડરબ્રિજ આજથી બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

અમદાવાદ શહેરમાં પશ્ચિમ રેલવે દ્વારા રેલવે ટ્રેકના મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ મેન્ટેનન્સ કામગીરીને પગલે શહેરના બે મહત્વના અંડરબ્રિજ, શાહીબાગ અને મીઠાખળી આગામી દિવસોમાં આંશિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

શાહીબાગ અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના રિપેરિંગ કામને કારણે તા 19 માર્ચ થી 28 માર્ચ સુધી ટ્રાફિકમાં ફેરફાર રહેશે. દરરોજ બપોરે 12 થી સાંજના 5 અને રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજ કરાતા વૈકલ્પિક માર્ગની વાત કરીએ તો દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા વાહનો સુભાષબ્રિજના છેડે ‘શિલાલેખ ફ્લેટ’ થી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી ડફનાળા થઈ એરપોર્ટ કે ગાંધીનગર જઈ શકશે. એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક પણ ડફનાળા અને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી શકશે.મીઠાખળી અંડરપાસ પર પણ ટ્રેક મરામતની કામગીરી ચાલશે, જેના કારણે તારીખ 19, 20 અને 21 માર્ચે આ રૂટ પર રાત્રિના સમયે અવરજવર બંધ રહેશે. રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વાહનચાલકો માટે ટ્રાફિક વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે નીચે મુજબના વૈકલ્પિક રૂટ સૂચવવામાં આવ્યા છે:

  • એરપોર્ટ જવા માટે: દિલ્હી દરવાજાથી એરપોર્ટ તરફ જનારા વાહનચાલકોએ શિલાલેખ સર્કલ મારફતે રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. 
  • અસારવા-કાલુપુર જવા માટે: અસારવા, ગીરધરનગર અને કાલુપુર તરફ જવા માંગતા ચાલકોને મહાપ્રજ્ઞાજી બ્રિજ (નવો નરોડા બ્રિજ) પરથી પસાર થવા સૂચના અપાઈ છે. 
  • ભારે ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં જામની સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ આયોજન અને સ્ટાફ તૈનાત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. વાહનચાલકોને વિનંતી છે કે તેઓ સમયની બચત કરવા માટે ઉપર મુજબના વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં નકલી નોટ છાપવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ : સદગુરુ પ્રદીપના આશ્રમમાં છપાયેલી 2 કરોડની નકલી નોટ પકડાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *