અંગ દઝાડતી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી, તારીખો નોંધી લેજો

ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા કરવામાં આવી છે. જેમાં 18 અને 19 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદી પડી શકે છે. જ્યારે 19 માર્ચે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. આકરી ગરમીથી રાજકોટવાસીઓ અકળાયા છે. માર્ચ મહિનામાં જૂન મહિના જેવી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. માર્ચ મહિનામાં 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. અંગદઝાડતી ગરમીને લઈ લોકો તોબા પોકારી ઉઠ્યા છે. લોકો ગરમીથી બચવા ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીને કારણે રસ્તા સુમસામ બન્યા છે.
વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે તાપમાનનો પારો 39 ડિગ્રી પહોંચ્યો છે. ગરમીના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. ટ્રાફિકથી ધમધમતા રસ્તાો સુમસામ બન્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડાપીણાના સહારે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો