ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

આગામી 3 દિવસ રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ  રહેવાની શક્યતા છે. અહીં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અમદાવાદ,સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં  યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું અત્યંત જોર હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  કચ્છ, મોરબી, અમરેલી, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતા 7.7 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે.

હાલમાં રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાને કારણે લોકોને અસહ્ય બફારો અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

માર્ચના બીજા અઠવાડિયામાં ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારી દીધા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ એપ્રિલ કે મે મહિના જેવો થઇ રહ્યો છે.  રાજકોટ, સુરેન્દ્રનગર સોમવારે રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ છે. 

અમદાવાદમાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે. ગરમીનો પ્રકોપ વધતા અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યા સુધી  બંધ રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ સ્ટાફને હાજર રહેવા માટે ઉચ્ચ અધિકારીઓએ  સૂચના આપી છે. 

વિશ્વ હવામાન સંગઠન, જે વિશ્વભરમાં હવામાન પર નજર રાખે છે તેણે સમાન ચેતવણી જારી કરી છે. તેઓ આ ઉનાળામાં અલ નિનો (ENSO) ઘટનાની 60 ટકા શક્યતાની આગાહી કરે છે. આ એક ભયંકર  ગરમી પડવાનો સંકેત છે.  2026-2027 માં તાપમાન  રેકોર્ડબ્રેક  લેવલ પર પહોંચી શકે છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ એક રેકોર્ડબ્રેક અલ નિનો વર્ષ હોઈ શકે છે. આ વર્ષના અંતમાં વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સુપર અલ નિનો વિકસી શકે છે, જેના કારણે વિશ્વભરમાં હવામાન પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.  

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:બ્લેક બોડીકોનમાં અવનીત કૌરનું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *