અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલનો સંયુક્ત હુમલો ચાલુ છે. આ દરમિયાન, તાજેતરમાં જ એક અમેરિકન સબમરીન દ્વારા હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક ઈરાની યુદ્ધ જહાજ IRIS ડેના  પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે નાશ પામ્યું હતું. હવે, ભારત સરકારના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે IRIS ડેના  ડૂબવાના થોડા દિવસો પહેલા, ભારતે બીજા ઈરાની જહાજ, IRIS Lavan ને કોચી બંદર પર ડોક કરવાની પરવાનગી આપી હતી. હકીકતમાં, 28 ફેબ્રુઆરીના રોજ, ઈરાને જહાજમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવી ભારત પાસેથી તાત્કાલિક મદદ માંગી હતી.

આ યુદ્ધ જહાજના 183 ક્રૂ સભ્યો હાલમાં કોચીમાં ભારતીય નૌકાદળના મથકોમાં રાખવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ યુદ્ધ જહાજ આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષામાં ભાગ લેનારા કાફલાનો ભાગ હતું.

શ્રીલંકાના દરિયાકાંઠે જ્યારે ઈરાની ફ્રિગેટ આઇરિસ ડેનાને યુએસ સબમરીન દ્વારા ડૂબાડી દેવામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષામાં ભાગ લીધા પછી આ જહાજ ભારતીય દરિયાકાંઠે તૈનાત હતું, જેના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો.

ઈરાને ઈમરજન્સી ડોકિંગની વિનંતી કરી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનની વિનંતીમાં કહેવામાં આવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાઓના ઉકેલ માટે જહાજને તાત્કાલિક કોચીમાં ડોક કરવાની જરૂર છે. ભારતીય અધિકારીઓ દ્વારા 1 માર્ચે ડોકિંગ પરવાનગી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જહાજ 4 માર્ચે કોચીમાં પહોંચ્યું અને ડોક થયું હતું. ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ હિંદ મહાસાગરમાં ઈરાની ફ્રિગેટ IRIS ડેના પર હુમલો અને ડૂબવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું અને અમેરિકાની કડક નિંદા કરી. તેમણે આ ઘટનાને સમુદ્રમાં ક્રૂરતાનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે વોશિંગ્ટનને તેનો “ખૂબ પસ્તાવો” થશે.

અરાઘચીએ કહ્યું કે યુદ્ધ જહાજ તાજેતરમાં ભારતીય નૌકાદળમાં પહોંચ્યું હતું અને હુમલા સમયે આશરે ૧૩૦ ખલાસીઓ સવાર હતા. તેમણે અમેરિકા પર ઈરાની ક્ષેત્રથી દૂર પાણીમાં ચેતવણી આપ્યા વિના હુમલો કરવાનો આરોપ લગાવ્યો.

ઈરાની વિદેશ મંત્રીએ એક એક્સ-પોસ્ટમાં કહ્યું, “ઈરાનના કિનારાથી 2 હજાર  માઈલ દૂર પાણીમાં અમેરિકાએ ક્રૂરતા આચરી હતી.  ફ્રિગેટ ડેના જે ભારતીય નૌકાદળના મહેમાન હતું  અને લગભગ ૧૩૦ ખલાસીઓ સવાર તેને  ચેતવણી આપ્યા વિના હુમલો કરી ઉડાવી દીધું. . મારા શબ્દો યાદ રાખો: અમેરિકાએ જે ઉદાહરણ સ્થાપિત કર્યું છે તેના પર તેને ખૂબ જ પસ્તાવું પડશે. .”

બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે અમેરિકાએ સબમરીનમાંથી ફાયર કરાયેલા ટોર્પિડોનો ઉપયોગ કરીને કોઈ જહાજ ડૂબાવ્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે રોમેન્ટિક થઈ તેજસ્વી પ્રકાશ, કપલની સિઝલિંગ તસવીરો વાયરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *