ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી, માર્ચની શરુઆતમાં જ ગરમીનો આકરો મિજાજ

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી પાંચ દિવસ સુધી હિટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો થતો હોવાથી લોકોમાં ઉનાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર બની રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીનેસૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે પોરબંદર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ દીવ જેવા વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. આ વિસ્તારોમાં તાપમાનમાં એકાએક 4 થી 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને દિવસ દરમિયાન વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે.

આગામી 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી ICC Men’s T20 World Cup Final દરમિયાન પણ ગરમીનો અનુભવ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ તે દિવસે અમદાવાદમાં તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે આજે તાપમાનમાં થોડો ઘટાડો થઈ 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ આગામી 24 કલાક બાદ ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઊંચું નોંધાયું છે. તેમાં ભાવનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારેરાજકોટમાં 37.9 ડિગ્રી સાથે તે રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું છે. તે ઉપરાંત અમદાવાદમાં 37.7 ડિગ્રી,અમરેલીમાં 37.7 ડિગ્રી,વડોદરામાં 37.2 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી અને સુરતમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા અમદાવાદમાં ઝડપાયો મોટો સટ્ટો, રોકડ સાથે 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *