PM મોદીના હસ્તે સાણંદમાં માઈક્રોન સેમિકન્ડકટરની ATMP સુવિધાનું ઉદઘાટન:ગુજરાત બન્યું સેમિકન્ડકટરનું હબ

Oplus_131072

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.

Oplus_131072

સાણંદના પ્લાન્ટમાં શું શું થશે
આ પાલન્ટમાં બે તબક્કામાં મેમરી ચીપનું ઉત્પાદન થશે. ખાસ કરીને રેન્ડમ એક્સેસ મેમરી (RAM) અને NAND મેમરી ચીપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ અહીં થશે. મેમરી ચીપ્સના ક્ષેત્રે ભારત માટે આ પહેલો મોટો ઉત્પાદન આધાર હશે. અત્યાર સુધી ભારત મોટાભાગે સેમીકન્ડક્ટર ચીપ્સ માટે વિદેશ પર નિર્ભર રહ્યું છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધશે અને ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન, લેપટોપ તેમજ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન ક્ષેત્રે ગતિ મળશે.

ગુજરાત ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આગામી તા.૧ અને ૨ માર્ચે ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬’ યોજાશે.

સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર : ભરૂચની બાલાપીર દરગાહ પર બુલડોઝર કાર્યવાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *