આવકના પ્રમાણપત્ર માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં, જાણો હવે કઈ રીતે મળશે

રાજ્ય સરકાર દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરતા નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવાનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે અને વહીવટી બોજો ઘટે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારના ઠરાવમાં જણાવાયું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં મામલતદાર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી આવકનું પ્રમાણપત્ર આપી શકશે તેવો નિર્ણય લેવાયો છે.

અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકના પ્રમાણપત્ર આપવા માટે અલગ અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા. હવે આ અગાઉની સૂચનાઓ રદ કરી નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. નવા ઠરાવ મુજબ શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી રહેશે.

આવકનું પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં ઇશ્યુ થાય તે વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન અરજદાર કે તેના કુટુંબની આવકમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ સંબંધિત સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. ઉપરાંત, પ્રમાણપત્રમાં માન્યતા કઈ તારીખ સુધી રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કરવો ફરજિયાત બનાવાયો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો :  PM મોદી સાથે સ્ટેજ પર બે મોટા CEO વચ્ચે થઈ ગઈ માથાકૂટ, મહેમાનો તાકતા રહી ગયાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *