ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારત પહોંચ્યા, AI સમિટમાં થશે સામેલ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની બ્રિગિટ મેક્રોન ભારતની ત્રણ દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે. મેક્રોન આજથી ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે. તેઓ દિલ્હીમાં ચાલી રહેલી એઆઈ સમિટમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં મેક્રોન સાથે મુલાકાત કરશે. પીએમ મોદીના આમંત્રણ પર મેક્રોન 19 ફેબ્રુઆરી, 2026 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ ભારતમાં યોજાઈ રહેલા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મેક્રોનની આ ભારતની ચોથી અને મુંબઈની તેમની પહેલી મુલાકાત છે.

પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન આજે બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોકભવન ખાતે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલા વિકાસની સમીક્ષા કરવામાં આવશે. તેમની ચર્ચાઓ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને તેને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વધુ વૈવિધ્યીકરણ કરવા પર કેન્દ્રિત હશે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં AI સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં 13 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જે AI ઇકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દર્શાવશે. આમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકન દેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *