મહાશિવરાત્રીની પૂજામાં ભુલથી પણ આ વસ્તુનો ઉપયોગ ન કરતાં, પ્રસન્ન થવાને બદલે શિવજી ખોલી નાખશે ત્રીજું નેત્ર

Oplus_131072

મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ ભક્તો શિવમંદિરમાં દર્શન અને પૂજા અર્ચના માટે પહોંચવા લાગે છે. આ દિવસે કેટલાક ભક્તો શિવલિંગ પર જળ અને બીલીપત્ર અર્પણ કરી આશીર્વાદ લઈ નીકળી જતા હોય છે જ્યારે કેટલાક ભક્તો વિધિપૂર્વક શિવજીની પૂજા કરે છે. જો શિવજીની પૂજા પૂજારી દ્વારા કરાવવામાં આવે ત્યારે તો એ વાતની જાણકારી હોય છે તે શિવ પૂજામાં કઈ વસ્તુ વાપરવી અને કઈ વસ્તુનો ઉપયોગ ન કરવો. પણ ઘણા ભક્તો જાતે જ શિવપૂજા કરતાં હોય છે. તે સમયે તેઓ અજાણતા એવી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી દેતા હોય છે જેનાથી દોષ લાગે છે.

જો તમે શિવ મંદિરમાં નિયમિત જતા હોય ત્યારે તમને અન્ય કોઈ આ ભુલ કરતું જણાય તો તેને પણ શાંતિથી સમજાવો. તો ચાલો સૌથી પહેલા જાણીએ મહાશિવરાત્રીની પૂજામાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જાણીએ શિવજીની પૂજામાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું.

મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કરો ત્યારે તેમને ગંગાજળ, પંચામૃત, જળ, બીલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ, કરેણના ફૂલ અર્પણ કરી શકો છો. મહાદેવને પારિજાતના ફૂલ પણ અર્પણ કરી શકાય છે. મહાશિવરાત્રીની પૂજા પછી મહાદેવને ભોગમાં ભાંગ, ખીર, રબડી કે દૂધથી બનેલી કોઈપણ મીઠાઈ અર્પણ કરી શકાય છે. મહાદેવને ફળમાં બોર પણ અર્પણ કરી શકો છો. શિવજી પર ભસ્મ પણ ચઢાવી શકાય છે.

શિવલિંગ પર કઈ વસ્તુઓ ન ચઢાવી

  1. શિવલિંગ પર ભુલથી પણ તુલસીના પાન કે માંજર અર્પણ કરવા નહીં, મહાદેવના ભોગમાં પણ તુલસીના પાન પધરાવવા નહીં.
  2. શિવજીને કેતકીના ભુલ ક્યારેય ચઢાવવા નહીં.
  3. મહાદેવ વૈરાગી છે તેમની પૂજામાં હળદર, કંકુ કે સિંદુરનો ઉપયોગ ભુલથી પણ ન કરો. માં પાર્વતીની પૂજામાં સૌભાગ્યની વસ્તુઓ વાપરી શકાય છે પરંતુ શિવજીન પૂજામાં શ્રૃંગારની વસ્તુઓ વર્જિત હોય છે.
  4. શિવલિંગનો અભિષેક શંખ દ્વારા કરવો નહીં. આ સિવાય શિવજી પર નાળિયેર પાણી પણ અર્પણ કરવું નહીં
  5. મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કરો ત્યારે હંમેશા કાચા દૂધનો જ ઉપયોગ કરવો. ઘરે લાવી ઉકાળેલું દૂધ પૂજામાં વાપરવું નહીં.
  6. મહાદેવની પૂજામાં લાલ ફુલનો ઉપયોગ કરવાની પણ મનાઈ હોય છે. આ સિવાય શિવલિંગ પર ક્યારેય કરમાયેલા કે તુટેલા બીલીપત્ર પણ ન ચઢાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *