સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો, US માર્કેટની અસર ભારતીય બજાર પર

સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો ફરી એકવાર જોવા મળ્યો છે. ગુરુવારે મોડી રાતે મલ્ટી કોમોડિટી માર્કેટ MCX પર સોનાઆ ભાવમાં લગભગ 6500 રૂપિયા અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં 26000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

એક બાજુ ઇન્ટરનેશલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે.

12 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમેરિકા COMEX/Spot માં સોનાના ભાવમાં લગભગ 2.3-2.8 % જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીમાં આનાથી પણ વધારે ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં લગભગ 8.8% સુધીનો ઘટાડો નોંધાયો છે.

સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

મજબૂત અમેરિકા રોજગાર ડેટા અને વ્યાજદરોમાં કપાતની આશા ઓછી થઈ જવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે પછી રોકાણકારોએ ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી વેચવાલી કરી હતી. જેની સીધી અસર ભારતના માર્કેટ પર પણ જોવા મળી હતી.

અમુક એક્સપર્ટનું માનવું છે કે સોના અને ચાંદીના ભાવ હજુ પણ વધારે છે. એવામાં સી સમય પર ઘટાડો થતો રહેશે. જો કે લોંગટર્મમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોઈ શકાય છે. એક્સપર્ટનું કહેવું છે કે હાલ આ ઘટાડાના પગેલ સોના અને ચાંદીમાં રોકાણ એ સાચું પગલું હોય શકે છે.

ગુરુવારે MCX પર બંધ થયેલા એપ્રિલ વાયદાના સોનાના ભાવમાં 6455 રૂપિયા ઘટીને 152300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને માર્ચ વાયદાની ચાંદીની કિંમતમાં 25882 રૂપિયાનો ઘટાડો થઈને તે 237136 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *