દ્વારકા દર્શનાર્થે આવતા ભક્તો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ પ્રોજેક્ટથી બદલાઈ જશે ‘દ્વારકાનો નકશો’

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન દ્વારકા નગરી માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સતત વધતા જતા પ્રવાસન પ્રવાહ અને યાત્રાળુઓની સુવિધાને ધ્યાને રાખીને, દ્વારકામાં હવે 4.50 કિ.મી લાંબો ભવ્ય ‘ફોર લેન બાયપાસ રોડ’ સાકાર થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટથી દ્વારકાનો નકશો તો બદલાશે જ, સાથે મુસાફરી પણ વધુ સુગમ બનશે.
દ્વારકા જગત મંદિરના દર્શને દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હતું. આ નવા બાયપાસ રોડના નિર્માણથી શહેરના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. શ્રદ્ધાળુઓ હવે ટ્રાફિકમાં અટવાયા વગર સરળતાથી અને ઝડપથી મંદિર સુધી પહોંચી શકશે.
આધુનિક રોડ પ્રોજેક્ટ માત્ર સુવિધા જ નહીં, પણ સુરક્ષાને પણ પ્રાથમિકતા આપે છે. આ રોડ પર ખાસ પ્રકારની ટેકનોલોજી અને સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. અકસ્માતો રોકવા માટે રોડની બંને બાજુ મજબૂત બેરિયર્સ. રાત્રિના સમયે વાહન ચાલકોને માર્ગદર્શન આપવા માટે આધુનિક બોર્ડ્સ. ઓવર સ્પીડિંગ પર અંકુશ રાખવા માટે સ્માર્ટ સિસ્ટમ.પર્યટકોના સ્વાગત માટે આ રોડને સૌંદર્યની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ બનાવવામાં આવશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. રોડની બંને તરફ ગ્રીન બેલ્ટ અને લેન્ડસ્કેપિંગ દ્વારા હરિયાળી ફેલાવવામાં આવશે. આ સાથે આધુનિક સ્ટ્રીટ લાઈટ્સ અને ફૂટપાથની સગવડ દ્વારકાના પ્રવેશદ્વારને ભવ્ય દેખાવ આપશે.” વ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ અને લાંબા ગાળાના આયોજન સાથે તૈયાર થનારો આ 4.50 કિ.મીનો રોડ દ્વારકાના આર્થિક અને પ્રવાસન વિકાસમાં નવો વણાંક લાવશે. મુસાફરી ઝડપી અને સુરક્ષિત બનતા પર્યટન ક્ષેત્રે પણ મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.