જાન્યુઆરીના અંતમાં ફરી આવશે ઠંડીનું મોજું, અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠું અને બેવડી ઋતુની કરી આગાહી

ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તોફાન જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.

બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.

હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે. ક્યારેક સવારે કોઈ કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય.

પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 જુલાઈથી ‘અલ-નીનો’ની અસર ઓછી (ઝાખી) થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *