અમિત શાહની ગુજરાત ને 267 કરોડના વિકાસ કામોની ભેટ:સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ, ગુજરાતની પ્રથમ ‘હાઈ-ટેક BSL-4’ લેબનો શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તેમના આ પ્રવાસનો પ્રથમ દિવસ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનને સમર્પિત રહેશે. અમિતભાઈ પોતાના મતવિસ્તારમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સની ભેટ આપશે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અદ્યતન બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર, ફાર્માસ્યુટિકલ એકેડમી અને યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે માણસામાં 250 કરોડથી પણ વધારેના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, ગુજરાતમાં બાયો યુગના નવા યુગની શરૂઆત થઈ રહી છે.BSL -4 લેબ નું આજે શિલાન્યાસ થઈ રહ્યું છે.BSL-4 લેબ આગામી દિવસોમાં ભારતનું સુરક્ષા કવચ સાબિત થશે.ભારત નો વિકાસ અને સ્વસ્થ બંને સુરક્ષિત રહેવો જોઈએ.પુણે બાદ ભારત ની બીજી ઉચ્ચ સ્તરીય લેબ બનશે.કોઈ રાજયએ બનાવેલ આ પહેલી લેબ હશે.કોરોના સમયે જે સ્થિતિ હતી તે દુનિયાએ જોઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રિસર્ચના ક્ષેત્રમાં ભારત ઘણું જ પાછળ હતું.ભારત આ ક્ષેત્રમાં હવે ખૂબ આગળ વધશે તે મને વિશ્વાસ છે.સંક્રમણ અને ઘાતક વાયરસ પર સંશોધન થશે.માત્ર માનવી પર જ નહીં પણ પશુ થી માનવ પર થતા રોગો નું પણ રિસર્ચ થશે.70 ટકા વાયરસ પશુ દ્વારા માણસ મા આવે છે.ચાંદીપુરા વાયરસ અને લંપી જેવા વાયરસ આપડે ગુજરાતમાં જોયા છે.BSL3 થી પણ ઉપર BSL-4 ની જરૂરિયાત છે.11 વર્ષમાં બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશમાં ખૂબ વિકાસ થયો છે.

મહત્વનું છે કે, BSL-4 લેબ વિશ્વભરમાં માત્ર 60 કાર્યરત થઈ છે.મનુષ્ય અને પશુ સ્વાસ્થ્ય સંબંધી સંશોધનમાં મહત્વનું બનશે. પેથાપુર વિસ્તારમાં નિર્માણ થનાર લેબનો 362 કરોડ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ છે. આ લેબ માટે 14.21 એકર જમીન ફાળવણી કરવામાં આવી છે.

અમિતભાઈ શાહે કહ્યું કે, વડાપ્રધાને સોમનાથમાં સ્વાભિમાન શૌર્યની શરૂઆત કરી છે.1000 વર્ષ પહેલા આક્રમણો થતા હતા.તોડનાર ક્યાં ગુમ થઈ ગયા આજ સોમનાથ મંદિર આજ ઊભું છે.સોમનાથ પરનો હુમલો એ મંદિર પર નહીં પણ આપણા સ્વાભિમાન પર હુમલો હતો.1000 વર્ષ બાદ 1600 વખત તોડ્યા બાદ પણ આજ ગગનચુંબી ભગવી ધજા સાથે અડીખમ ઊભું છે.સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ મિટાવી સરળ નથી .એક વર્ષ સુધી આ સોમનાથમાં સ્વાભિમાન વર્ષ તરીકે ઉજવવામાં આવશે.દેશના શહેરથી લઈ ગામડા સુધી કાર્યક્રમ કરવામાં આવશે

અમિતભાઈ શાહે કહ્યું કે, મે સંકલ્પ કર્યો છે આજ કોલેજમાં મેડિકલ કોલેજ શરૂ કરવી છે.હોસ્પિટલ તૈયાર થતા જ મેડિકલ કોલેજ પણ શરૂ કરવામાં આવશે.માણસાથી કલોલ,માસથી ગાંધીનગર સુધી 4 માર્ગીય રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યો છે.માણસામાં રેલવે લાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. હર્ષભાઈ લીધું હતું સ્પોર્ટ્સ સંકુલ કાળજી લઈને બનાવજો.મારા ગામનું સ્પોર્ટ્સ સંકુલ છે.આજ સ્પોર્ટ્સ સંકુલ જોઈને આનંદ થયો છે.ખૂબ જ સુંદર સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યું છે.આ સ્પોર્ટ્સ સંકુલમાં જિમ્નેશિયમ શરૂ કરવાની કલેક્ટર સૂચના આપી છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ હસ્તે 250 કરોડથી વધારે કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ દરમિયાન અમિતભાઈ શાહે પોતાના સબંધોનમાં જણાવ્યું હતું કે,આજ મારા માટે પણ ખૂબ મહત્વનો અને યાદગાર દિવસ છે.જે ગામ જન્મ થયો અને મોટો થયો તે ગામમાં આજ 267 કરોડના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. જે. એસ.પટેલ અને હરિભાઇ મારી પાછળ પડ્યા ત્યાર બાદ આટલા કામો થયા છે.માણસા અને આજુબાજુના વિસ્તારમાં અનેક કામો થયા. અંબોડમાં 235 કરોડના ખર્ચે બેરેકની કામગીરી ગુજરાત સરકારે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *