ગુજરાતના આ મહિલા સાંસદની સંપત્તિ 17 કરોડથી વધીને 147 કરોડ થઈ, જાણો કોણ કેટલું ધનવાન?

ગુજરાતમાં સાત સાંસદ રિપીટ થયા છે. જેમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષના સમયગાળા દરમ્યાન 130 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમજ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાતના પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થવા પામ્યો છે.

નેતાઓની સંપત્તિને લઈ ADR એ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રિપિટ થયેલા 103 માંથી 102 સાંસદોની સંપત્તિનો ADR એ રિપોર્ટ જાહેર કર્યો છે. 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે. સાંસદોની સરેરાશ મિલકતમાં રૂા. 17.36 કરોડનો વધારો થયો હતો.

જેમાં સૌ પ્રથમ સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષમાં 130 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં 6 કરોડનો વધારો થયો છે. સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં 3 કરોડનો વધારો થયો છે. સાંસદ જશવંતસિંહ ભાભોરની સંપત્તિમાં 2 કરોડનો વધારો થયો છે. સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 2 કરોડનો વધારો થયો છે. સાંસદ દેવુસિંહ ચૌહાણની સંપત્તિમાં 2 કરોડનો વધારો થયો છે. જ્યારે મનસુખ વસાવાની સંપત્તિમાં 1 કરોડનો વધારો, સી.આર.પાટીલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *