વિકાસના નામે જે ભોગ લેવાઈ રહ્યા છે, એ સરકારની મોટી નિષ્ફળતા: Karan Barot AAP

Karan Barot AAP : વડોદરામાં ખુલ્લી ગટરમાં પડવાથી પૂર્વ DySPના પુત્રનું મોત નિપજ્યું છે. તંત્રનાં ભોગે યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે આ ઘટનાને વખોડતા સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં વિકાસના નામે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, લોકો મૃત્યુ પામે છે. પરંતુ આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. વડોદરાનાં માંજલપુરમાં પૂર્વ DySPના પુત્રનું ગટરમાં પડવાથી મૃત્યુ થયું છે. થોડા દિવસ પહેલાં ગીર સોમનાથમાં નાનું બાળક ગટરમાં પડ્યુ હતું. NCRTના ડેટા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 400થી પણ વધારે લોકોના ખાડામાં પડવાથી મોત નિપજ્યા છે. 58થી પણ વધારે સેનિટેશન વર્કરના મોત નિપજ્યા છે. માત્ર અમદાવાદમાં જ 90થી વધારે લોકોના ખાડામાં પડવાથી કે ખાડાથી મોત થયા છે. પ્રશ્ન એ છે કે આજે વિકાસના નામે ગુજરાતીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. ગુજરાતીઓ વિકાસના નામે મરી રહ્યા છે. આ સરકારમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કોઈના પર કાર્યવાહી કરવામાં આવતી નથી. ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કહે છે કે અધિકારીઓ અને કર્મચારીઓ અમારું સાંભળતા નથી. મતલબ કે આ સરકારને ગુજરાતીઓના મોત થાય તેનાથી કોઈ જ મતલબ નથી. આ સરકારે ફક્તને ફક્ત ભારતીય જનતા પાર્ટી નામનું કોર્પોરેટ કલ્ચર ગુજરાતમાં સ્થાપિત કરી દીધું છે. થોડા સમય પહેલા ખેડૂતોને ઘરમાં ઘૂસીને માર્યા હતા ત્યારે બીજી બાજુ નવા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે જ્યારે ગટરમાં પડવાથી લોકોના મોત થાય છે. તેમ છતાં સરકારમાંથી કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી. તંત્ર પણ જવાબદારી લેવા તૈયાર નથી. ફક્ત નવું સંગઠનનું માળખું જાહેર કરીને વાહવાહી લેવામાં વ્યસ્ત છે.

AAP પ્રવક્તા ડો.કરન બારોટે વધુમાં જણાવ્યું હતું કે બાજપાઈજીના સમયમાં નવું સંગઠન જાહેર થતું હતું ત્યારે જનતાના કામ કેવી રીતે કરવા, જનતાને કેવી રીતે મદદરૂપ થવું, તેવી વાત થતી હતી. પરંતુ અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જાહેરાત થાય છે ત્યારે કેવી રીતે સંગઠનના લોકો કટકી કરે, કર્મચારીઓ સાથે મિલીભગત કરે, કોઈપણ રીતે બે નંબરના કામ કરે, વોટ ચોરી કરે, વિપક્ષના નેતાઓને હેરાન પરેશાન કરી હુમલા કરે, આ કામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું રહ્યું છે. સરકારને કહીએ છીએ કે તમે મહત્વકાંક્ષી થઈ ગયા છો. તમારામાં અહમનો મોતિયો આવી ગયો છે. આજે ગુજરાતની જનતાને દેખાય છે. તમે વિકાસના નામે જે લોકોનો ભોગ લઈ રહ્યા છો, તે તમારી સફળતા નથી પરંતુ નિષ્ફળતા છે. આજે આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે વિકાસના નામે ગુજરાતની જનતાનો દિવસે અને દિવસે ભોગ લેવાઈ રહ્યો છે તમારા મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી, ત્યારે આના પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. નહીં તો ગુજરાતની જનતા જો નક્કી કરી લેશે તો તમે મોઢું બતાવવાનાં લાયક પણ નહીં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *