ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે સૌથી મોટી જાહેરાત, હવે મળશે આ સુવિધા, સરકારનો નિર્ણય

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ નવી ભરતીમાં પસંદગી પત્ર એનાયયત કાર્યક્રમ આ જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો હવે નોકરી સ્થળે જવામાં સરળતા રહેશે. આ જાહેરાતથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે. અને આનો તેમને ફાયદો પણ થશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવી ભરતી પામેલા ઉમેદવારોને પોસ્ટિંગ પહેલા જિલ્લાની પસંદગી પૂછવામાં આવશે અને શક્ય તેટલી નજીકની નિમણૂંક આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને અને ઉમેદવારો સુધી સાચી માહિતી પહોંચે તે માટે સરકાર સતત નવા નિયમો અને સુધારા અમલમાં મૂકી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કુલ 11,609 નવનિયુક્ત લોકરક્ષક જવાનોને નિમણૂંક પત્રો આપ્યા છે. આ અવસરને ગૌરવભર્યો ગણાવતા DYCM એ જણાવ્યું કે, ખાખી વર્દી માત્ર નોકરી નથી, પરંતુ સમાજ માટેની જવાબદારી અને શક્તિનું પ્રતીક છે. પોલીસમાં જોડાતા જ યુવાનોને એવી શક્તિ મળે છે કે તેઓ દિવસ-રાત, કલાકો સુધી લોકોની સેવા કરી શકે.
હર્ષ સંઘવીએ પોલીસની નવી ભરતીને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં શારીરિક પરિક્ષાની તારિખ જાહેર થઈ જશે. એટલા માટે પોલીસમાં આવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો દોડવાનું ચાલુ કરી દેજો.
નવનિયુક્ત જવાનોને સંબોધતા તેમણે લાગણીસભર સંદેશ આપ્યો કે, વર્દી પહેર્યા પછી પણ પોતાની ધરતી, ગામ અને સંસ્કારોથી દૂર ન થવું જોઈએ. “ગામમાં રમતા બાળકો આજે સાહેબ તરીકે ઓળખાશે, પરંતુ આ ઓળખ સાથે વિનમ્રતા જાળવવી જરૂરી છે, પોલીસની જેમ ટાઈટ વર્તન ન કરતા નહીં તો ગામનો પ્રેમ દૂર થશે”, કારણ કે પ્રેમ અને લાગણીનો સંબંધ જીવનભર ટકે છે, જ્યારે હોદ્દો માત્ર સમય પૂરતો જ હોય છે.
DYCM એ વધુમાં જણાવ્યું કે, એક દિવસ એવો આવશે જ્યારે સેવા નિવૃત્તિનો સમય આવશે અને તે સમયે લોકોનો માન અને પ્રેમ મળશે તો જ પોતાની ફરજ સાચી રીતે નિભાવ્યાનું સંતોષ મળશે. તેમણે માતા-પિતાની મહેનતને યાદ કરીને નવનિયુક્ત જવાનોને સલાહ આપી કે ઘરે જઈને તેમના આશીર્વાદ જરૂર લેવાનું અને રાજ્યના કોઈપણ નાગરિક મદદ માટે આવે તો તેને નિરાશ ન કરવાનું.