દાહોદમાં જૂથ અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ, બે વ્યક્તિઓ ઘાયલ, જૂની અદાવતનો મામલો

દાહોદમાં બપોરના સુમારે બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ જૂથ અદાવતમાં અથડામણ થવા પામી હતી. જેમાં 5 રાઉન્ડ ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

દાહોદમાં સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ બાદ ફાયરિંગની ઘટના બનતા ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગવા પામી હતી. જેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૂની અદાવતમાં બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો.દાહોદના કસ્બા વિસ્તારમાં થયેલ જૂથ અથડામણ બાદ ફાયરિંગની ઘટના બનતા દોડાદોડ થઈ જવા પામી હતી. ફાયરિંગની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પરિસ્થિતિ વધે તે પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ દાહોદ ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ફાયરિંગની ઘટનાને લઈ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *