25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન, CM કરશે ઉદ્ધાટન, કિર્તીદાન ગઢવી કરશે પર્ફોમ

Oplus_131072

અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ યોજાનાર છે. કાંકરિયા કાર્નિવલને લઈ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. 25 થી 31 ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે.

25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્નિવલ ખુલ્લો મુકાશે. કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, સંકેત ખાંડેકર, ગીતા રબારી સહિતના કલાકારો પર્ફોર્મ કરશે. કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો, સ્ટેન્ડઅપ કોમેડી, પાયરો શો, મેહદી આર્ટ નેઈલ આર્ટ, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ગેમિંગ ઈવેન્ટ જેવા આકર્ષણો હશે. 3500 થી વધુ સફાઈકર્મીઓ કાર્નિવલનો બલૂમોઝાઈક બલૂનથી તૈયાર કરી ગિનિસ બુક રેકોર્ડ નોંધાવશે.

દર વર્ષ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં મેટ્રો સિટી અમદાવાદમાં યોજાતા કાંકરિયા કાર્નિવલને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી કાંકરિયા કાર્નિવલ યોજાનાર હોઇ તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.

આ વર્ષે પણ AMC દ્વારા કાર્નિવલને વિશિષ્ટ બનાવવાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલ 2025નો ઉદ્ઘાટન કાર્યક્રમ 25 ડિસેમ્બર, સાંજે 7 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે .

સાત દિવસ ચાલનારા આ રંગારંગ કાર્નિવલમાં મહેમાનોને અનેક નવા અને ખાસ શો જોવા મળશે. એમાં ખાસ કરીને ડ્રોન શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, પેટ ફેશન શો અને પાયરો શો (ફાયર ડાન્સ) સહિતના કાર્યક્રમો યોજાશે.

અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલ 2025 દરમિયાન ગુજરાતી સંગીત અને મનોરંજનના અનેક દિગ્ગજ કલાકારો લાઈવ પર્ફોર્મન્સ કરશે. જેમાં સંભવિત રીતે કિર્તીદાન ગઢવી, પ્રિયંકા બાસુ, સંકેત ખંડેર બેન્ડ, પાર્થ ઓઝા, શિવાની દેસાઈ, ગીતાબેન રબારી, નિરજ ગજ્જર, અક્ષય તમયચા, મિતાલી નાગ, મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી (સ્ટેન્ડઅપ કોમેડી), બ્રીજદાન ગઢવી, ઇશાની દવે સહિતના લોકો લાઈવ પર્ફોર્મન્સ કરશે.

આ સાથે દરરોજ રાત્રે 10 વાગ્યે ભવ્ય ડ્રોન શો આખા કાંકરિયા તળાવને રંગીન પ્રકાશોથી ઝગમગાવશે. 26 ડિસેમ્બરથી રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જુદા જુદા પ્રોગ્રામ્સ યોજાશે.

અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ 2025માં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી નથી. અહીં તમને આખો દિવસ મફતમાં મજા કરવા મળશે. હવે આપણે કાંકરિયા કાર્નિવલ 2025માં પ્રવેશની વાત કરીએ તો પ્રવેશનો સમય સવારે 4:00 થી રાત્રે 10:00 સુધીનો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *