IPL Auction 2026: કેમરૂન 25.20 કરોડમાં, તો વેંકટેશ 7 કરોડમાં ખરીદાયો, કોણ સોલ્ડ-અનસોલ્ડ

IPL ના ઇતિહાસનું આજે 19મું ઓક્શન છે. આજે આ મિની ઓક્શનમાં ટીમ વધુમાં વધુ 77 પ્લેયર્સ ખરીદી શકશે. આ ઓક્શન પહેલાથી જ સ્ટાર પ્લેયર્સ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા તેમની ટીમ દ્વારા રિટેન કરવામાં આવેલા છે.
આ ઓક્શનમાં આજે સૌથી વધુ બજેટ KKR પાસે છે કારણ કે તેને વધારે પ્લેયર્સની પણ જરૂર છે. ફ્રેન્ચાઇઝી પાસે સ્કોડમાં માત્ર 12 પ્લેયર્સ છે અને તેને સ્કવોડ પૂરી કરવા બીજા 13 પ્લેયર્સની જરૂર છે. સૌથી ઓછા પ્લેયર્સ માત્ર 4 પ્લેયર્સ Punjab Kings ને જોઈએ છે.
ઈન્ડિયાના વિસ્ફોટક બોલર પૃથ્વી શો પહેલા રાઉન્ડમાં unsold રહ્યો, તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી. બીજી તરફ સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટર ડેવિડ મિલર ઓક્શનમાં વેચાનાર પહેલા પ્લેયર બન્યા. Delhi Capitals એ 2 કરોડની બેઝ પ્રાઇઝમાં તેને ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની બેઝ પ્રાઇઝ 2 કરોડ છે અને ચેન્નાઈ સુપરકિંગ્સે તેના પર 25 કરોડની બોલી લગાવીને તે બહાર થઈ ગયું છે. KKR એ 25.20 કરોડની બોલી લગાવી છે.
કેમરૂન ગ્રીને આજે ઓક્શનમાં ઇતિહાસ રચ્યો છે. તે ઇતિહાસના સૌથી મોંઘા પ્લેયર બની ગયા છે. કોલકત્તા નાઈટ રાઇડર્સે તેમને 25.20 કરોડ રુપિયામાં હાઈએસ્ટ બોલી લગાવીને ખરીદ્યા છે.
ઇંડિયન બેટર સરફરાઝ ખાનને પણ કોઈ ખરીદદાર મળ્યું નથી. જો કે નેક્સ્ટ રાઉન્ડમાં તેનો ચાન્સ લાગી શકે છે.
ઇંગ્લિશ ફાસ્ટ બોલર એટકિન્સન પહેલા રાઉન્ડમાં unsold રહ્યા, કિવિ ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પણ પહેલા રાઉન્ડમાં unsold. લિયામ લિવિંગસ્ટોન (England) અને વિયાન મુલ્ડર (South Africa) પણ ફર્સ્ટ રાઉન્ડમાં unsold રહ્યા.
શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનીન્દુ હસરંગાને લખનૌ સુપર જાયન્ટ્સે 2 કરોડમાં ખરીદ્યો.
ઓલરાઉન્ડર રાઉન્ડમાં વેંકટેશ અય્યર પર બોલી લાગી રહી છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. લખનૌએ બોલીની શરૂઆત કરી, ગુજરાત ટાઈટન્સે 2.40 કરોડ બોલી લગાવી ને બહાર થઈ ગયું. હાલ કોલકત્તા અને બેંગલોરની એન્ટ્રી થઈ છે અને છેલ્લે RCB એ વેંકટેશ માટે 5 કરોડની બોલી લગાવી છે. અને અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અય્યરને 7 કરોડમાં ખરીદી લીધો છે. જે લાસ્ટ સિઝનમાં KKR ની ટીમમાં હતા. દિપક હડડ અને કેએસ ભરત unsold રહ્યા.
દિગ્ગજ સાઉથ આફ્રિકાના વિકેટ કીપર ક્વિન્ટન ડીકોક ફરી એકવાર મુંબઈ ઇંડિયનની ટીમમાં ગયા છે. ટીમે તેને 1 કરોડની બેઝ પ્રાઇસમાં ખરીદ્યા છે.
ઇંગ્લિશ વિકેટકીપર બેટર બેન ડકેટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં અને ન્યૂઝીલેન્ડના વિકેટ કીપર ફીન એલનને કલકત્તાએ 2 કરોડ રૂપિયામાં તેમની ટીમમાં લીધા છે.