દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં

સંઘ પ્રદેશ દમણમાં આટીયાવાડ વિસ્તારમાં આવેલા તળાવમાં સાત બાળકો ડૂબી જતાં અરેરાટી મચી ગઇ છે. સાત બાળકોમાંથી એકનું સફળ રેસ્ક્યુ કરતા જિંદગી બચી ગઇ છે. જ્યારે ત્રણ બાળકોના મૃતદેહ મળ્યાં છે. હજુ ત્રણ બાળકોની શોધખોળ ચાલુ છે.
દમણના આટીયાવાડ વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાના મંદિર પાસેના તળાવમાં મોડી સાંજે સાત બાળકો ડુબ્યા હતા… ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દુર્ઘટનામાં સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધો છે…
તો ત્રણ બાળકોના મોત નિપજ્યા છે…. જ્યારે હજુ ડુબેલા ત્રણ બાળકોની શોધખોળ ચાલી રહી છે…. ઘટનાને પગલે સંઘ પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.