
રાજ્યમાં વધુ એક માર્ગ-અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણીયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોને ઈજા પહોંચી હતી. કેટલાક વિદ્યાર્થીઓને શરીરના અન્ય ભાગો પર અને શિક્ષકોને માથાના ભાગોમાં ઈજા પહોંચી હતી.
બસમાં 57 બાળકો સવાર હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે દ્વારકા જઈ રહ્યા હતા, તે દરમિયાન લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
દુર્ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. તો બીજી તરફ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે થયો તે દીશામાં પોલીસે તપાસ આદરી છે.
આ પણ વાંચો, Ahmedabad:રખિયાલમાં થયેલી લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી લીધા
