Site icon Time News

World Chess Champion: ગુજરાતની 7 વર્ષની દીકરીએ વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો, અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં રચી દીધો ઈતિહાસ

Oplus_131072

ગુજરાતની માત્ર 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ ઈતિહાસ રચી દીધો છે. લક્ષ્મીએ સર્બિયાના વૃન્જાકા બાંજામાં યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ-2025માં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. સુરતની પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી ખેલાડીએ ચેસની દુનિયામાં વૈશ્વિક સ્તરે જબરજસ્ત સફળતા મેળવતા તમામ નવ રાઉન્ડ જીતી લીધા હતા અને નવ પોઈન્ટ સાથે ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

પ્રજ્ઞિકાના પિતા વાકા રામનાધે જણાવ્યું કે, હું વર્ષ 2000થી સુરતમાં સ્થાયી થયો છું. મારી મોટી દીકરી વરેણ્યા ચેસ રમે છે અને તેને જોઈને નાનકડી પ્રજ્ઞિકાએ પણ ચેસમાં રસ લેવાનું શરુ કર્યું હતું. તેણે હજુ દોઢ વર્ષથી જ ચેસ રમવાનું શરુ કર્યું હતું. પંદર મહિનામાં ત્રણ વખત તો પ્રજ્ઞિકા સ્ટેટ ચેમ્પિયન રહી ચૂકી છે અને ચાલુ વર્ષે જ આંધ્રપ્રદેશના રમાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ અંડર-7માં ગર્લ્સ કેટેગરીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેની પસંદગી ભારતીય ટીમમાં થઈ હતી.

આ પણ વાંચો, Vladimir Putin: પુતિનની લક્ઝુરિયસ કારમાં થયો મોટો વિસ્ફોટ, હાલમાં જ ઝેલેન્સકીએ કરી હતી મૃત્યુની આગાહી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version