
કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી છે. મોદી કેબિનેટની બેઠકમાં 6 મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાંથી બે કૃષિ સાથે સંબંધિત જ્યારે ચાર રેલવે સાથે જોડાયેલા છે. આ જાહેરાતોનો ઉદ્દેશ્ય દેશના સહકારી સંસ્થાને મજબૂત કરવા અને રેલવે નેટવર્કને સારો કરવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
NCDCને સશક્ત બનાવવા માટે 2000 કરોડ રૂપિયાની મંજૂરી
કેન્દ્રીય મંત્રી મંડળે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ને મજબૂત બનાવવા માટે 2000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે જેમાં 13 હજાર સહકારી સમિતી અને 3 કરોડ સભ્યોને ફાયદો થશે.
પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મંજૂરી
પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને સુદ્રઢ કરવા માટે કેન્દ્રીય મંત્રી મંડળે 6520 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમથી 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરેડિએશન સેન્ટર અને 100 ફૂડ ટેસ્ટિંગ લેબ સ્થાપવામાં આવશે જે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા વધારશે.
રેલવે ક્ષેત્રમાં ચાર મોટી યોજનાઓ
રેલવે ક્ષેત્રમાં ચાર મહત્ત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી મળી છે.
- ઇટારસીથી નાગપુર વચ્ચે ચોથી રેલવે લાઇન નિર્માણ
- અલુઆબારી રોડથી ન્યૂ જલપાઇગુડી સુધી ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું નિર્માણ. આ વિસ્તાર ‘ચિકન નેક’ના નામથી ઓળખાય છે અને રણનીતિની દ્રષ્ટિઓ મહત્ત્વપૂર્ણ છે.
- છત્રપતિ સહાજી નગરથી પ્રભાની વચ્ચે રેલવે લાઇનનું ડબલિંગ કામ
આ પણ વાંચો, http://‘રાષ્ટ્રહિતોને આગળ વધારવા માટે તમામ શક્ય પગલાં ભરીશું’,US ટેરિફ પર લોકસભામાં સરકારનો જવાબ
