Site icon Time News

 સુરતમાં હજીરામાં L&Tના 5000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તોફાને ચઢ્યાં, તોડફોડ કરીને વાહનો સળગાવ્યાં, પગાર વધારાની માગ

સુરતના હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના નિર્માણધીન પ્લાન્ટમાં કામ કરતા L&Tના અંદાજે 5000 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે આંદોલન શરૂ કર્યુ હતું જે આંદોલન ઉગ્ર બનતા તોડપોડ અને આગચંપી કરાતા ચકચાર મચી ગઇ છે. કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકો મુદ્દે ઉગ્ર આંદોલન શરૂ કર્યુ છે.

ઘટનાની જાણ થતા સુરત પોલીસ કાફલો પહોચ્યો હતો અને ઘટનાસ્થળે હિંસક ટોળાને વિખેરવા માટે ટીયરગેસના શેલ છોડ્યા હતા. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ હવે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન માટે મંત્રણાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

લાંબા સમયથી કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓની પડતર માંગણીઓ હતી. શ્રમિકો પાસે 12 કલાક કામ લેવામાં આવે છે, જેની સામે તેઓ 8 કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છે. હાલમાં ઓવરટાઇમ સિંગલ રેટ પર ચૂકવાય છે, જ્યારે શ્રમિકો ડબલ રેટની માંગ કરી રહ્યા છે. ઊંચાઈ પર જોખમી ઇરેક્શન કામ કરવા છતાં માત્ર 600થી 700 રૂપિયા જેટલું જ વેતન આપવામાં આવે છે.

નોધનીય છે કે, પાણીપત સ્થિત આઇઓસીએલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પરના કર્મીઓએ વિવિધ પડતર માગોને લઈને પ્રદર્શન શરૂ કર્યા હતા, જેમાં L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ હતી. આ લોકોની માગણીઓ પૂરી થતાં આ વિરોધના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોની સીધી અસર ગુજરાતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ અને નિપ્પોનના પ્લાન્ટમાં જોવા મળી હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: પ્રધાનમંત્રી મોદી 28 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત, સાણંદ પહોંચીને કરશે આ કામ

Exit mobile version