
ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં અરબી સમુદ્ર વધુ સક્રિય બનતા વરસાદી સિસ્ટમ મજબૂત થશે.
ખાસ કરીને 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી 3 ઈંચ, મધ્ય ગુજરાતમાં 3 થી 4 ઈંચ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં રાજ્ય પર લો-પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને ઉપરી વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ચાર સિસ્ટમો ભેગી થઈ છે. તેનાથી રાજ્યભરમાં ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે, જ્યારે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
26 થી 31 ઓગસ્ટે હવામાનમાં ફેરફાર જોવા મળશે અને હળવાથી ભારે ઝાપટાં પડી શકે છે. 6 થી 10 સપ્ટેમ્બરે રાજ્યમાં સારા વરસાદની પ્રબળ શક્યતા છે. 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન ફૂંકાશે અને બંગાળના ઉપસાગરમાં નવું લો-પ્રેશર સર્જાશે, જેનાથી ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 20 સપ્ટેમ્બર પછી રાજ્યમાંથી ચોમાસાની વાપસી શરૂ થઈ શકે છે, છતાં ભાદરવા મહિનામાં લો-પ્રેશરના કારણે વરસાદી માહોલ જળવાઈ રહેશે.
સપ્ટેમ્બર દરમિયાન ‘એલ નીનો’ની અસર રહેવા છતાં, ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ખેતી માટે અત્યંત ઉત્તમ ગણાતો મઘા નક્ષત્રનો વરસાદ વરસી શકે છે. 27 ઓગસ્ટના રોજ સૂર્ય-બુધની યુતિ અને પૃથ્વીથી ચંદ્ર દૂર જવાના કારણે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ આકાર લેશે. સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશતાં ઓગસ્ટના અંતમાં નોંધપાત્ર પલટો જોવા મળશે.
હવામાન વિભાગ અનુસાર, નીચેના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
જો કે, હાલમાં ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. ખેતી માટે અત્યંત ઉત્તમ ગણાતા મઘા નક્ષત્રનો વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને 27 ઓગસ્ટના રોજ સૂર્ય-બુધની યુતિ અને પૃથ્વીથી ચંદ્રના દૂર જવાના કારણે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે. વધુમાં, સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશતાં ઓગસ્ટના અંતિમ દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળશે.
