Site icon Time News

છેલ્લા 24 કલાકમાં Ahmedabad શહેરમાં કોરોનાના 4 નવા કેસ, તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ

કોરોનાએ દુનિયાભરમાં ફરીથી એન્ટ્રી મારી છે. ભારતના વિવિધ શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત,રાજકોટ સહિત ઠેક ઠેકાણે કોરોના કેસ નોંધાયા છે. એવામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ નવા કેસ નોંધાયા છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના તમામ દર્દીઓ પૈકી એક ૮૪ વર્ષીય પુરુષને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સિવાયના તમામ અન્ય દર્દીઓ હોમ આઈસિલેશનમાં છે. શહેરમાં મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૩૮ કેસ માત્ર મે મહિનામાં નોંધાયા છે. AMC સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. SVP શારદાબેન અને એલ જી હોસ્પિટલમ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં 38 કેસ પૈકી ૩૧ એક્ટિવ કેસ હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો, http://Supreme Court: ED મર્યાદા ઓળંગી રહી છે’, પહેલીવાર સુપ્રીમ કોર્ટે ED પર ગુસ્સો ઠાલવ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version