
રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચાર ઉમેદવારોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ વખતે “નો રિપીટ” થિયરી અપનાવીને ચાર નવા ચહેરાઓને તક આપી છે.
ભાજપ તરફથી રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોએ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ઉમેદવારીપત્રો દાખલ કર્યા હતા.
ભાજપના આ નિર્ણયને સંગઠનમાં નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચારેય ઉમેદવારો અલગ-અલગ સામાજિક અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ ધરાવતા હોવાથી પક્ષે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ભાજપના ઉમેદવારો રાજેશ શુક્લાએ જણાવ્યું હતું કે, મારા પર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના મોવડી મંડળનો આભાર માનું છું. મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ભાજપે તક આપી છે. માનવીના હિત માટે કાર્ય કરીશું.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://ઉઘડતી નિશાળે જ મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન ભાડામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો
