Site icon Time News

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

 રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ફૂડ પોઈઝનિંગના કારણે 30 કરતા વધારે ગાયોના મૃત્યુ થયા છે. ગામમાં આવેલી ગૌશાળામાં ગઈકાલે અચાનક ગાયોના મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાના અધિકારીઓ સાંઢવાયા ગામે દોડી ગયા હતા. જિલ્લાના પશુ અધિકારીઓ ઉપરાંત ડીડીઓ (જિલ્લા વિકાસ અધિકારી) સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આસપાસના આગેવાનો ઉપરાંત સ્થાનિક આગેવાનો પાસેથી સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળા ગામના લોકો દ્વારા ગૌ સેવા ટ્રસ્ટના નામે વર્ષોથી ચલાવવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ગાયોના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version