Site icon Time News

ગાંધીનગરના અડાલજ પાસે 3 આતંકીઓ ઝડપાયા, ATSની મોટી કાર્યવાહી

ગુજરાત ATSએ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગાંધીનગરના અડાલજ વિસ્તાર પાસેથી આ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ત્રણેય શખ્સો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.

Exit mobile version