Site icon Time News

આજથી 3 લાખ અમદાવાદીને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે; વાડજ- મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ; CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

 અમદાવાદમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા વાડજ જંકશન પર રૂ.127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફ્લાયઓવર અને મકરબા ખાતે રૂ.98.60 કરોડના ખર્ચે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ બંને બ્રિજ કાર્યરત થવાથી શહેરના લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. વાડજ ફ્લાયઓવર શરૂ થવાથી અંદાજે 2 લાખ લોકોને, જ્યારે મકરબા બ્રિજથી 1.5 લાખ વાહનચાલકોને ફાયદો થશે. આ સાથે, મુખ્યમંત્રી AMCના રૂ.૫૮૩.૮૫ કરોડના વિકાસકામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

વાડજ જંકશન પરનો ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી રોજના આશરે ૨ લાખ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે. આ બ્રિજ વાય-શેપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેના મુખ્ય બે છેડા અખબારનગર અને ગાંધીઆશ્રમ તરફ ઉતરે છે. અંદાજે ૭૩૫ મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ તરફ અવરજવર કરતા વાહનચાલકોને સુવિધા મળશે. 

બીજી તરફ, મકરબા રેલવે ઓવરબ્રિજની કુલ લંબાઈ કોર્પોરેટ રોડથી મકરબા તરફ ૬૫૬.૨૪ મીટર છે. જેમાં કેરેજ-વેની પહોળાઈ ૭.૫૦ વત્તા ૭.૫૦ મીટર એપ્રોચ પોર્શન અને ૧૦.૫૦ વત્તા ૧૦.૫૦ મીટર રેલવે પોર્શન છે. આ બ્રિજના નિર્માણમાં પી. એસ.સી. ગર્ડર, આર.સી.સી. ડેક સ્લેબ અને આર.સી.સી. સોલિડ સ્લેબનો સમાવેશ થાય છે. આ રેલવેઓવરબ્રિજ બનવાથી એલ.સી. ૨૪ ફાટક २ એલિમિનેટ થશે. 

તે અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ અને એસ.જી. હાઈવેની કનેક્ટિવિટી પૂરી પાડશે, જેના કારણે મકરબા, ક સરખેજ અને કોર્પોરેટ રોડ જેવા વિસ્તારોને લાભ મળશે. આ બ્રિજથી શહેરના આશરે કુલ ૧.૫૦ લાખ વાહનચાલકોને ફાયદો થવાનો અંદાજ છે.

રૂ.૨૭૯.૮૦ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં વિવિધ ૬ કામોનાં લોકાર્પણ

૧. વાડજ જંકશન – ફોર લેન ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના વાડજ જંકશન ઉપર AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અંદાજિત રૂ. ૧૨૭.૯૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન (૨×૨) ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ.

૨. વેજલપુર – ફોર લેન રેલવે ઓવરબ્રિજ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-24 અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. ૯૮.૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રાફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ.

૩. થલતેજ – ૩૨૯ EWS આવાસો
TP-39 થલતેજ, ફાઈનલ પ્લોટ નં. 59 ખાતે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ૧૧૯૦ EWS આવાસોમાંથી અંદાજિત રૂ. ૨૨.૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૩૨૯ EWS આવાસોનું લોકાર્પણ.

૪. અમદાવાદ – ૧૫ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV)
અમદાવાદના ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. ૧૯.૭૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૫ નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી પ્રજાલક્ષી કાર્યોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની કામગીરી.

૫. અમદાવાદ – ૧૦ બોટ વિથ એન્જિન
ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે બનાવાયેલ ૧૦ નંગ બોટ વિથ એન્જિનની ખરીદી કરી પ્રજાલક્ષી ઈમરજન્સી કામગીરી માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા.

૬. શાહીબાગ – ૧૦૮ આવાસો + ૪૬ દુકાનોનું પુનર્વસન
TP સ્કીમ નં. ૧૪ (શાહીબાગ), ફાઈનલ પ્લોટ નં. ૧૫૭ ખાતે ‘પખાજીનો કૂવો’ નામે જાહેર થયેલી ઝૂંપડપટ્ટીઓનું હયાત સ્થળે અંદાજિત રૂ. ૭.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં ૧૦૮ આવાસો અને ૪૬ દુકાનોનું પુનર્વસન.

રૂ. ૩૦૪.૦૫ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં ૬ કામોનાં ખાતમુહૂર્ત

૧. રામાપીર ટેકરા – રોડ નેટવર્ક
પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં રામાપીર ટેકરા L.A.P. વિસ્તારમાં અંદાજિત રૂ. ૭૨.૭૮ કરોડના ખર્ચે રોડ નેટવર્ક વિકસાવવાનું કામ.

૨. અમરાઈવાડી – ૧૮૦૦ મીમી ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન
દક્ષિણ ઝોનમાં નાગરવેલ હનુમાન મંદિરથી ગુરુજી બ્રિજ સુધીની ૧૮૦૦ મીમી વ્યાસની અંદાજિત રૂ. ૬૫.૫૧ કરોડના ખર્ચે હયાત ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન કરવાનું કામ.

૩. વટવા – નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ લાઈન
નવાણા ખાતે અંદાજિત રૂ. ૬૧.૮૧ કરોડના ખર્ચે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તથા રાઈઝિંગ લાઈન નાખવાની કામગીરી.

૪. નિકોલ – AMTS/BRTS બસ ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ
પૂર્વ ઝોનના TP-110 (નિકોલ-કઠવાડા), ફાઈનલ પ્લોટ નં. ૯૫+૯૬ ખાતે અંદાજિત રૂ. ૬૧.૮૯ કરોડના ખર્ચે AMTS તથા BRTS ઈ-બસોનાં ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ માટે પ્લોટ ડેવલપમેન્ટ કરવાનું કામ.

૫. ત્રાગડ – બસ ડેપો/ટર્મિનસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઉત્તર પશ્ચિમ ઝોનમાં દ્વારકેશ ઓપ્યુલન્સ ક્લેટની સામે, નોબો રેસ્ટોરન્ટ, એસ.પી. રિંગ રોડ સામે આવેલા ૧૯,૮૯૬ ચો.મી.ના પ્લોટમાં બસોના પાર્કિંગ તથા ચાર્જિંગ સ્ટેશન માટે અંદાજિત રૂ. ૨૮.૦૮ કરોડના ખર્ચે
ડેપો/ટર્મિનસ બનાવવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ.

૬. સાબરમતી નદી પૂર્વ કિનારો – ટુરિઝમ ટેમ્પલ સર્કિટ
AMC હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સપ્તઋષિ આશ્રમથી જગન્નાથ મંદિર થઈ અટલઘાટ સુધીના માર્ગને અંદાજિત રૂ. ૧૩.૯૮ કરોડના ખર્ચે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ તરીકે વિકસાવવાનું કામ.

Exit mobile version