Site icon Time News

બુદ્ધિસ્ટ કુંગફૂ અમદાવાદ ટીમ દ્વારા યોજાઈ દ્રિતીય જિલ્લા કક્ષીય કુંગફુ ચેમ્પિયનશિપ ૨૦૨૬

બુદ્ધિસ્ટ કુંગ-ફૂ એસોસિયેશન ઓફ અમદાવાદ અધ્યક્ષ જિમ્મી સોલંકી સર અને તેમની ટીમ દ્વારા તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ રવિવાર ના રોજ વસ્ત્રાલ સ્થિત વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દ્રિતીય જિલ્લા કક્ષીય કુંગફુ અને માર્શલ આર્ટ્સ ની પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. ફાઇટ દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે અને મોર્ડન ટેકનોલોજી સાથે કદમ મિલાવવાના હેતુથી આ ચેમ્પિયનશિપ માં સેન્સર ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળકો ભવિષ્યમાં થનારી ટેકનોલોજીકલ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે હેતુથી આ પ્રતિયોગિતામાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

બુદ્ધિસ્ટ કુંગફૂ એસોસિયેશન ઓફ અમદાવાદ ટીમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ૪ વર્ષ થી લઈ ને ૧૮ વર્ષ સુધીના ૧૦૦ થી પણ વધારે બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. બાળકો ઉપરાંત આ સ્પર્ધામાં ઓફિશિયલ ટીમ મેમ્બર્સ વિકાસ ભટ્ટ, નીલ બાડુકલે, નિસર્ગ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રતિયોગિતામાં સાન્ડા ફાઇટ, તાઓલું, સ્વોર્ડ, લાઠી, નાનચાકુ જેવી વિવિધ પ્રકાર ની ઈવેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ પ્રકાર ની કેટેગરી માં બાળકો દ્વારા ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રતિયોગિતામાં જિમ્મી સોલંકી સરના માર્ગદર્શન હેઠળ હાથીજણ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ દ્વારા, દર્શિત પાસી સરના માર્ગદર્શન હેઠળ વટવા ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ દ્વારા તેમજ રોહન છપરીબંધ સરના માર્ગદર્શન હેઠળ વિવેકાનંદ નગર ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવેકાનંદ નગર સ્થિત મારાનાથા સ્કૂલ અને વટવા સ્થિત કૃષ્ણમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ પ્રતિયોગિતામાં ભાગ લેવામાં આવ્યો હતો.

આ પ્રતિયોગિતા દરમ્યાન વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી દિલીપ પટેલ સર, શ્રી મહેન્દ્ર પટેલ સર અને કોઓર્ડિનેટર ડિમ્પલ મેમ અને સરલ સર પણ બાળકોનો ઉત્સાહ વધારવા તેમના અમૂલ્ય સમયમાંથી સમય કાઢી ને આ પ્રતિયોગિતામા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના આયોજક અને અધ્યક્ષ જિમ્મી સોલંકી સર દ્વારા સ્કૂલના ટ્રસ્ટી શ્રી દિલીપ પટેલ સર અને શ્રી મહેન્દ્ર પટેલ સર ને મોમેન્ટો દ્વારા તેમજ કોઓર્ડિનેટરશ્રીને ગુલદસ્તા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રતિયોગિતા ના અંતે બાળકોને તેઓની ભાગ લીધેલ ઈવેન્ટ મુજબ મેડલ્સ અને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા અને ઓફિશિયલ મેમ્બર્સને રેફરી ટ્રોફી અને સર્ટિફિકેટ દ્વારા તેમજ કોચ દર્શિત પાસી સર અને રોહન છપરીબંધ સર ને બેસ્ટ કોચની ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાગ લેનાર ટીમને તેઓના મેળવેલ મેડલ અને રેન્ક પ્રમાણે પ્રથમ, દ્રિતીય અને તૃતીય ટીમ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જેમાં દર્શિત પાસી સર અને તેમની ટીમને વિનર ટ્રોફી તેમજ રોહન છપરીબંધ સર અને તેમની ટીમને રનર અપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ ચેમ્પિયનશિપ નો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ખેલાડીઓના છુપાયેલ ટેલેન્ટ ને પ્રોત્સાહન આપવાનો અને દરેક બાળકો માર્શલ આર્ટ્સ પ્રત્યે જાગૃત બને અને બાળકીઓ પોતાના સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવાનો હતો જેથી બાળકો ભવિષ્યમાં એક જાગૃત નાગરિક બની દેશ અને માતાપિતાનુ નામ રોશન કરે.

પ્રતિયોગિતા આયોજક જિમી સોલંકી સર દ્વારા વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપલ મેમ અને કોઓર્ડિનેટર નો આભાર વ્યક્ત કરવામાં આવે છે કે જેઓ દ્વારા શાળાના પ્રાંગણને બુદ્ધિષ્ટ કૂંગફુ એસોસિયેશન ઑફ અમદાવાદ ટીમ ને એક દિવસીય પ્રતિયોગિતા આયોજન કરવા માટે ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓ અને તેમને પ્રોત્સાહિત કરવા માટે દિવસ દરમિયાન ઉપસ્થિત રહેલા તેઓના માતાપિતા નો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે તેમજ આ પ્રતિયોગિતામાં દરેક પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત દરેક ઇવેન્ટ્સને નિરપક્ષતાથી અને પારદર્શિતા દ્વારા પરિણામ આપવા બદલ ઓફિશિયલ ટીમ મેમ્બર્સનો પણ દિલથી આભાર.

Exit mobile version