Site icon Time News

Ahmedabad plane crash: પૂર્વ CM રૂપાણી સહિત 265 લોકોના મોત, 8 વાગ્યે PM મોદી આવશે, હર્ષ સંઘવી એરપોર્ટ પહોંચ્યા

ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે, વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે.

આ દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહ બળી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. અત્યાર સુધીમાં 200 મુસાફરોના સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેથી મૃતદેહોની ઓળખ થઈ શકે. મૃતદેહોના ફોરેન્સિક રિપોર્ટ સાથે તેમને મેચ કરવાની પ્રક્રિયા 72 કલાકમાં પૂર્ણ થશે. આ પછી, મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે.

NDRF ડોગ સ્ક્વોડની ટીમ ફરી એકવાર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શરીરના ઘણા ભાગો બળી ગયા છે. તેમને ઓળખવા મુશ્કેલ છે. ડોગ સ્ક્વોડની મદદથી તે શરીરના ભાગો શોધવામાં આવી રહ્યા છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) સવારે લગભગ 8.30 વાગ્યે અમદાવાદ પહોંચી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમની મુલાકાત લગભગ 2 કલાકની રહેશે અને તેઓ સવારે 10:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન PM મોદી પહેલા એરપોર્ટથી સીધા જ ક્રેશ સ્થળની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ જઈને ઘાયલોને મળી શકશે. અંતે તેઓ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવશે.

આ પણ વાંચો, http://‘૧.૨૫ લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો’; અમદાવાદ પ્લેન ક્રેશ પર અમિત શાહ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version