Site icon Time News

Tahawwur Rana: 26/11 હુમલાનો આરોપી Tahawwur Rana આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે

Oplus_131072

૨૦૦૮માં મુંબઇ પર આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાએ યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં કરેલી ઇમરજન્સી અરજીને યુએસની સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી તેના પગલે ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએ- અને રિસર્ચ એન્ડ અનાલિસીસ વિંગ- રોની ટીમ આરોપી રાણાને લઇને નવી દિલ્હી આવવા માટે રવાના થઇ ગઇ છે.

તહવ્વૂર રાણા ગુરૂવારે સવારે સ્પેશ્યલ ફલાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચે તે સાથે જ તેને નવી દિલ્હીની એનઆઇએ કોર્ટમાં રજૂ કરી ક્સ્ટડી મેળવવામાં આવશે. એ પછી મુંબઇની ક્રાઇમ બ્રાંચ દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે. રાણાએ  ભારતમાં તેને પ્રત્યાર્પિત કરવા સામે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર નાઇન્થ સરકીટમાં કરેલી આખરી અરજીને નકારી કઢાઇ તે સાથે જ રાણાનો કબજો મેળવી ભારતીય અધિકારીઓની ટીમ ખાસ ફલાઇટ દ્વારા નવી દિલ્હી આવવા માટે રવાના થઇ હતી. તહવ્વૂર  રાણાને ભારત પાછો લાવવાની સમગ્ર કામગીરી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલની બાજ નજર હેઠળ પાર પાડવામાં આવી રહી છે. 

મુંબઇ પર ૨૦૦૮માં કરેલાં આતંકી હુમલામાંં તેણે ભજવેલી ભૂમિકા બદલ હવે ભારતની કોર્ટમાં રાણા સામે ખટલો ચલાવવામાં આવશે. આ કેસમાં અગાઉ એક આતંકી અજમલ કસાબને જ ફાંસીની સજા થઇ છે. મુંબઇ પર આતંકી હુમલો પાર પાડયાના એક વર્ષ બાદ તહવ્વૂર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઓક્ટોબર ૨૦૦૯મા મોહમ્મદ પયગંબરના કાર્ટૂન પ્રકાશિત કરનારાં  ડેનમાર્કના અખબાર જ્યાલેન્ડસ-પોસ્ટેન પર આતંકી હુમલો કરવાની તજવીજ કરી રહ્યા હતા. એ સમયે  હેડલી  શિકાગોના ઓહેર એરપોર્ટ પરથી ફિલાડેલ્ફિયા જવા રવાના થવાનો હતો ત્યારે જ તેમના અખબાર પર હુમલો કરવાના કાવતરાંની ગંધ આવી જતાં એફબીઆઇ દ્વારા હેડલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

આ પણ વાંચો, Weather update: રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલમાં સૌથી ગરમ દિવસ નોંધાયો, બુધવારે પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version