Site icon Time News

Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત, ન્યૂઝ એજન્સી AP નો દાવો

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. 

મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી અપડેટ મળી રહી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે ઉપડેલી ફ્લાઇટ બોઇંગ 787-8 વિમાન હતી જેમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે એર ઇન્ડિયાએ પેસેન્જર હેલ્પલાઇન નંબર 1800 5691 444 પણ જાહેર કર્યો છે.

300 થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ 

વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો, DNA એટલે શું ? કેવી રીતે થાય છે DNA ટેસ્ટ ? કેમ વાર લાગે છે ટેસ્ટના રિપોર્ટમાં ? જાણો

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version