
ઝારખંડના જમશેદપુર જિલ્લાના બહેરાગોડા વિસ્તારમાં સ્વર્ણરેખા નદી (Subarnarekha River) માંથી લોખંડની એક શંકાસ્પદ વસ્તુ મળી આવી. શરૂઆતમાં તેને ધાતુનો સામાન્ય ટુકડો માનવામાં આવતો હતો, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે તે એક અત્યંત શક્તિશાળી બોમ્બ છે.
રાંચીથી આવેલી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Disposal Squad) ની ટીમે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આ આશરે 500 પાઉન્ડ એટલે કે 226 કિલો (226 kg) વજનનો અત્યંત વિનાશક બોમ્બ છે. આટલી મોટી માત્રામાં વિસ્ફોટક હોવાને કારણે સ્થાનિક તંત્રમાં હડકંપ મચી ગયો છે.
સેનાની મદદ લેવામાં આવશે
બોમ્બ સ્ક્વોડના પ્રભારી નંદકિશોર સિંહે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સામાન્ય વિસ્ફોટક નથી. આટલા મોટા બોમ્બને નિષ્ક્રિય (Diffuse) કરવા માટે વિશેષ તકનીક અને નિષ્ણાતોની જરૂર પડે છે, જે સામાન્ય રીતે ભારતીય સેના (Indian Army) પાસે જ ઉપલબ્ધ હોય છે. આથી, હવે આ બોમ્બને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે સેનાની મદદ લેવાની તૈયારી કરવામાં આવી રહી છે.
વિસ્તારને સીલ કરવામાં આવ્યો
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારને સીલ (Seal) કરી દીધો છે. અંચલ અધિકારી (Circle Officer) રાજારામ મુંડાએ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર ગ્રામીણ લોકોને તે વિસ્તારથી દૂર રહેવા અને કોઈપણ વસ્તુ સાથે છેડછાડ ન કરવા સખત સૂચના આપવામાં આવી છે.
અગાઉ પણ આવી ઘટના બની હતી
નોંધનીય છે કે આશરે સાત મહિના પહેલા પશ્ચિમ બંગાળના ગોપીબલ્લભપુર પાસે પણ સ્વર્ણરેખા નદીમાંથી આવો જ એક બોમ્બ મળ્યો હતો. તે સમયે એરફોર્સ (Air Force) ની ટીમે તેને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યો હતો. હાલમાં આ નવો બોમ્બ ક્યાંથી આવ્યો અને કેટલો જૂનો છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ભારતમાં ક્રૂડની કિંમતોમાં વધારાની સીધી અસર, પ્રિમિયમ પેટ્રોલના ભાવ 2.35 રૂપિયા વધ્યા
