
અમદાવાદ શહેરમાં આવેલા લૉ-ગાર્ડન પાસે આવેલી સમર્થ સ્કૂલની 2 વિદ્યાર્થિની ગઈકાલે ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ માતા-પિતા અને તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જો કે, શાળા પરિસરમાં આવેલા સીસીટીવી અને અન્ય સર્વેલન્સના આધારે બે ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ આખરે મુંબઈમાંથી મળી આવી હતી. આ બંને વિદ્યાર્થિનીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે. તેમને પરત લેવા પોલીસની એક ટીમ મુંબઈ માટે રવાના થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને ગુમ વિદ્યાર્થિનીઓ ઝડપથી પરત ફરશે. દીકરીઓ સલામત હોવાનું જાણીને માતા-પિતાને હાશકારો થયો છે.
અમદાવાદના લૉ-ગાર્ડન નજીક આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હત. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવ્યાના 48 કલાક બાદ પણ
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાળા અને નજીકના વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે, ત્યારે વિદ્યાર્થિનીઓ ગુમ થયા બાદ 48 કલાક થઈ હોવા છતાં કોઈ જાણકારી સામે આવી નથી. બીજી તરફ, બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું વાલીઓએ કહેવું હોવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો, અમદાવાદની સોમ લલિત શાળામાં ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ
