Site icon Time News

આફ્રિકાન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેટ, SVPમાં 60 બેડનો વોર્ડ તૈયાર

અમદાવાદ શહેરમાં ઇબોલા વાયરસના વૈશ્વિક ખતરને ધ્યાનમાં રાખીને AMC આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આફ્રિકન દેશો આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાંથી અમદાવાદ પરત આવેલા આશરે 11 લોકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને તેમના નિવાસસ્થાને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. AMC દ્વારા એરપોર્ટ સ્ક્રીનિંગ, તબીબી ટીમોની તૈનાતી અને જરૂરી દવાઓ તથા સુરક્ષા સાધનોની તૈયારી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા દર્દીઓમાં હાલ સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે. નિર્ધારિત ત્રણ દેશોમાંથી આવતા કોઈપણ દર્દીને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, સંભવિત દર્દીઓને ક્વોરેન્ટાઇનમાં રાખવા માટે SVP હોસ્પિટલ ખાતે અલગથી 60 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.

છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.

અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં શહેરમાં કોઈપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. યુગાન્ડાથી આવેલા કેટલાક મુસાફરોને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે. જો યુગાન્ડા, કોંગો અથવા સાઉથ સુદાનથી આવેલા મુસાફરોમાં કોઈ લક્ષણ ન હોય અને તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા હોય તો તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જ્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં લક્ષણો જોવા મળશે તો તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://પાણી પીતા રહો, બાળકો-વૃદ્ધો, પ્રાણીઓ અને પક્ષીઓનું ખાસ ધ્યાન રાખો…ગરમી વચ્ચે PM મોદીએ શું કહ્યું ?

Exit mobile version