Site icon Time News

ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી

લોકસભામાં ગુજરાતના વાહનોની વિગતો સામે આવી છે. ગુજરાતમાં 1 કરોડ જેટલા વાહનો વીમા વગરના છે તે ઉપરાંત અનેક વાહનોમાં PUC પણ ના હોવાનું ખુલાસો લોકસભામાં થયો છે. ગુજરાત ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીને લઈને થયા અનેક પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2026ના રેકોર્ડ પ્રમાણે ગુજરાતમાં કુલ 1.03 કરોડ વાહનો વીમા વગરના છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં (1.03 કરોડથી વધુ) વાહનો માન્ય વીમા (Insurance) વગર રસ્તાઓ પર દોડી રહ્યા છે. રાજ્યમાં નોંધાયેલા અંદાજે ૩ કરોડ વાહનોમાંથી દર ત્રીજું વાહન વીમા કવચ ધરાવતું નથી.

વીમા વગરના વાહનોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે (ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર પછી).દેશભરમાં કુલ 14.31 કરોડ વાહનો વીમા વગરના હોવાનું સામે આવ્યું છે.

વીમા વગરના કુલ વાહનોમાં બાઈક અને સ્કૂટર જેવા ટુ-વ્હીલર્સની સંખ્યા સૌથી વધુ છે. નવું વાહન ખરીદતી વખતે પ્રથમ વખત વીમો લીધા બાદ મોટાભાગના વાહનચાલકો તેને રિન્યૂ કરાવતા નથી. વીમા ઉપરાંત ગુજરાતમાં લાખો વાહનો માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ વગર પણ ચાલી રહ્યા હોવાની વિગતો આ અહેવાલમાં બહાર આવી છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત છે. વીમા વગરના વાહનથી અકસ્માત થાય ત્યારે ભોગ બનનાર પરિવારને વળતર મળવામાં ભારે મુશ્કેલી પડે છે અને વાહનમાલિક પર મોટી આર્થિક જવાબદારી આવી શકે છે.

Exit mobile version