જાણીતી બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી બીઝટ્રિઝ દ્વારા મેમ્બર્સના ગ્રોથ માટે ઝુનૂન-૨૦૨૩ અભિયાનનું ખાસ આયોજન
બિઝનેસ લીડર અને ક્રિએટિવ અંત્રેપ્રેનેઉર શ્રીમતી રિદ્ધિ રાવલના સંચાલન અને માર્ગદર્શન હેઠણ એક ટૂંકા સમયગાળામાં બીઝ ટ્રિઝ નેટવર્કિંગ સમુદાય એ – ૨૦૦ મેમ્બર્સ અને ૫ ચેપ્ટર્સ સાથે એક પ્રશંસનીય વૃદ્ધિ કર્યું છે અને આ જ જુસ્સો અને પ્રગતિને કાયમ રાખવા માટે આ કોમ્યુનિટી નવા નવા અભિગમો અને પડકારો ને સામે રાખી એક બીજા સાથે નેટવર્કિંગ અને બિઝનેસ કરે છે . બીઝ ટ્રિઝ અને ફોરસાઇટ ફાઇનાન્સીયલ એડવાઈઝરી દ્વારા પ્રસ્તુત ઝુનૂન ૨૦૨૩ એક એવા જ અઘરું પણ મજેદાર અભિયાન છે જેનું ટેગલાઈન છે “લેટ્સ વિન ટુગેથર” એટલે જોડે રહીયે અને સાથે જિતીયે…
બીઝ ટ્રિઝના સ્થાપક સુશ્રી રિદ્ધિ રાવલે જણાવ્યું કે, “દરેક મેમ્બરનું બિઝનેસ અનોખો હોય છે અને એમનું માર્કેટિંગ પ્રેસેંટેશન `સ્ટાઇલ જુદુ હોય છે. અમે ઉબુન્ટુના ફિલોસોફી અને હાઈ ક્લાસ ટ્રેનિંગ દ્વારા એમને વેગ આપવા માંગીયે છે. સાથે સાથે એક પારદર્શક હરાજી પ્રક્રિયા દ્વારા અમારા 18 દુરંધર કપ્તાન આખા સમુદાયના ૧૮૦ બીજા મેમ્બર્સમાં થી પોતાના ટિમ બનાવશે અને આ પ્રોગ્રામને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમે બીજા ચેપ્ટર્સના એવા મેમ્બર્સને ટિમમાં લો જેને તમે બિઝનેસ, રેફેરન્સ અને માર્ગદર્શન આપી શકો. સાથે સાથે અમે મેમ્બર્સ ને ટ્રેનિંગ, ખાસ દિવસો, ટ્વિસ્ટ અને ટર્ન્સ થી એમના બિઝનેસ વધે એમાં સહયોગ કરીશું. ૧ ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ચાલનાર આ ઝુનૂન ૨૦૨૩ કેમ્પેઇન અમારા દરેક મેમ્બર્સ અને કપ્તાનસ માટે એક ગેમ ચેન્જર હશે. હું ફોરસાઇટ ફાઇનાન્સીયલ એડવાઈઝરીના શ્રી દિશીત પારેખના આભારી છું જેમને આ કેમ્પેઇન ના થીમ ને સમજીને એમને ટેકો આપ્યો છે. સાથે સાથે હું બીઝ ટ્રિઝના દરેક 18 કપ્તાનસને ઝુનૂન માટે સારી શુભેચ્છાઓ આપું છું જે આ અભિયાન માટે આગણ આવ્યા અને મેમ્બર્સના સાથે ગ્રોથ કરવાનું પડકારને સ્વીકારીયું.”
ફોરસાઇટ ફાઇનાન્સીયલ એડવાઈઝરીના શ્રી દિશીત પારેખે જણાવ્યું હતું કે,” હું હાલમાં જ બીઝ ટ્રિઝ કોમ્યુનિટી સાથે જોડાયો છું પણ મને આ કોમ્યુનિટીના જુસ્સો અને વાઇબ્સ બહુ જ ગમે છે. કુરુક્ષેત્ર કેમ્પેઇન,વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામ, સોશ્યિલ ટ્રિપ્સ અને ટૂર અને ઝુનૂન જેવા અભિયાન દ્વારા બીઝટ્રિઝ પોતાના મેમ્બર્સના પ્રોગ્રેસ અને ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે અને એ જ મારુ કંપનીનું ઉદ્દેશ્ય પણ છે અને એટલે જ હું આ અભિયાનને ટેકો આપુ છું.”
ઝુનૂન ૨૦૨૩માં વૈશાલી મિસ્ત્રી, મોનલ મારૂ, નિકુલ શાહ, યતીન શાહ, કેયુર તલાટી, જીગર સરૈયા, નિપુણ ભટ્ટ, રિદ્ધિ શાહ, અમી ઝવેરી, પ્રણય રાધનપુરા, અંકિતા ખંત, ર્ડો. વિશાલ દેસાઈ, કમલેશ પટેલ, રિંકુ શાહ, નિર્મલ મેહતા, જીતેન્દ્ર ગેલોટ, નિરાલી શાહ અને સૂભોજિત સેન જેવા લીડર્સ એ કપ્તાનીની જવાબદારી લીધી છે.