ઝોમેટોએ 5,000 રેસ્ટોરન્ટને કર્યા ડિલિસ્ટ કરી, સ્વચ્છતાના નિયમોનું કર્યું ઉલ્લંઘન
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ફેબ્રુઆરીમાં 5,000 રેસ્ટોરન્ટ્સને ડિલિસ્ટ કરી દીધી છે. આ રેસ્ટોરન્ટ્સ સાફ-સફાઈ અને ચોખ્ખાઈના માપદંડો પર ખરી ઉતરી નથી. આ કારણે તેમની સાથે ખત્મ કરી દેવામાં આવ્યો છે. ઝોમેટોએ શુક્રવારે આ માહિતી આપી છે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયા(FSSAI)ની સાથે મળીને ઝોમેટોને તેના પ્લેટફોર્મ પર લિસ્ટેડ તમામ રેસ્ટોરન્ટ્સનું ઓડિટ કરી રહી છે. દેશના 150 શહેરોમાં કંપની તેની સેવાઓ આપે છે.
ઝોમેટોના સીઈઓ(ફૂડ ડિલીવરી બિઝનેસ) મોહિત ગુપ્તાનું કહેવું છે કે કંપની રોજ 400 નવી રેસ્ટોરન્ટ્સને તેના લિસ્ટમાં સામેલ કરી રહી છે. આ કારણે એ બાબત મહત્વની છે કે તમામ પાર્ટનર હાઈજીનનું ધ્યાન રાખે.
ગુપ્તાના જણાવ્યા પ્રમાણે ઝોમેટોના પ્લેટફોર્મ પર 80,000થી વધુ રેસ્ટોરન્ટ્સ લિસ્ટેડ છે. આ તમામની સમીક્ષા કરવામાં આવી રહી છે. સતત કોશિશો બાદ પણ નિયમોનું ધ્યાન ન રાખનારને ડિલિસ્ટ કરાઈ રહ્યાં છે.