સેક્સ વગર પણ લાંબો સમય ટકી શકે છે તમારા સંબંધ
સેક્સ એ સામાન્ય રીતે કોઇ પણ સંબંધોમાં ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. સેક્સ આપની રિલેશનશિપને કાં તો મજબૂત કરી શકે અથવા તો પછી તૂટવાનું પણ એક મોટું કારણ બની શકે છે. કેટલાંક કપલ્સ તો એવું માને છે કે સંબંધમાં સેક્સ મહત્વનું છે કેમ કે તે આપનાં પાર્ટનરને જોડે છે.પરંતુ કેટલાંક લોકોનું માનવું એમ છે કે રિલેશનશિપને ચલાવવા માટે સેક્સની આવશ્યકતા જરૂરી નથી. તો શું થોડાંક અથવા તો સેક્સ વગર કોઇ રિલેશનશિપ ઘણાં લાંબા સમય સુધી ચાલી શકે? આને લઇને અનેક કપલ્સને જ્યારે સવાલો કરવામાં આવ્યાં તો જાણો તેમની પાસેથી શું-શું જવાબ મળ્યાં?
એક કપલે કહ્યું કે, સેક્સ સંપૂર્ણ સંબંધનો આધાર નથી હોતું. આ રિલેશનશિપનો એક માત્ર ભાગ છે. શરૂઆતમાં ભલે સેક્સ્યુઅલ અટ્રેક્શન આપનાં સંબંધમાં ભારે થતું દેખાશે પરંતુ અંતમાં આપની વચ્ચેની બોન્ડીંગ અને અન્ડરસ્ટેન્ડીંગ જ રિલેશનશિપને જાળવી રાખવામાં કામ આવે છે.એક લગ્ન કરેલા કપલે પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓનાં લગ્નને 6 વર્ષ થઇ ચૂક્યાં છે અને તેઓનાં સંબંધને બનાવી રાખવામાં સેક્સે વધારે મહત્વની ભૂમિકા નિભાવી છે. તેઓએ કહ્યું કે, તેઓનાં માટે સેક્સ પ્રેમનો જ એક ભાગ છે. એવામાં આને અવોઇડ પણ ના કરી શકાય.
એક કપલ એવું પણ સામે આવ્યું કે સંબંધની શરૂઆત જ સેક્સને કારણ થઇ હતી. હું મારા બોયફ્રેન્ડ સાથે સેક્સ્યુઅલ અટ્રક્ટિવ હતી. મને કાયમને માટે એવી શંકા રહેતી હતી કે અમારા સંબંધમાં માત્ર પ્રેમ છે કે લસ્ટ છે. આ વાત મેં મારા બોયફ્રેન્ડને જણાવી કે જ્યાર બાદ અમે સેક્સને અંદાજે એક વર્ષ સુધી અવોઇડ કર્યું. તો પણ અમારી વચ્ચે કોઇ પણ પ્રકારની મુશ્કેલી ના આવી. બાદમાં અમે લગ્ન કરી લીધાં. 50 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા એક લગ્ન કરેલા કપલે જણાવ્યું કે,”જવાનીનાં દિવસોમાં સેક્સ લાઇફ તેઓનાં સંબંધ માટે ખૂબ મહત્વની હતી. પરંતુ આ ઉંમરમાં આવું ના થઇ શકે. જો કે અમારા સંબંધ પર આની કોઇ જ અસર ના થઇ. સેક્સ વગર પણ અમે ખૂબ ખુશ છીએ. સેક્સ લાઇફ કાયમ નથી ટકતી પણ પ્રેમ જરૂરથી બન્યો રહે છે.” કેટલાંક કપલ્સ એવાં પણ સામે આવ્યાં કે તેઓએ કહ્યું કે, સેક્સ માત્ર ફિઝિકલ જ નહીં પરંતુ તે એક ઇમોશ્નલ જરૂરિયાત છે. તેઓને માટે સેક્સ આ સંબંધને વધારે મજબૂત કરવાનો એક આધારરૂપ બન્યું.