વેપાર

ખાલી થઇ શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, RBI આપ્યું એલર્ટ

આજના સમયમાં દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે એવામાં જો તમે પણ કોઇ એપ ડાઉનલોડ કરી રહ્યા છો તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. કારણકે આજકાલ છેતરપિંડીના મામલા ખૂબ વધી ગયા છે જેને લઇને આરબીઆઇએ એલર્ટ જારી કર્યું છે.

ભારતીય રિઝર્વ બેન્કે એક નવી રીતે બેન્કની સાથે થતી છેતરપિંડીને લઈને ચેતવણી પાઠવી છે. જેમાં UPIના માધ્યમથી ગ્રાહકોના બેન્ક ખાતાઓમાં પૈસા ચાઉં થઈ શકે છે. જે લોકો છેતરપિંડી આચરવાનું કામ કરે છે તેમના માટે આ ખુબજ સરળ રસ્તો છે.

પીડિત પાસેથી એક એપ AnyDesk ડાઉનલોડ કરી તેને મેસેજ કરેછે ત્યારબાદ હેકર્સ પીડિતના મોબાઈલ પર આવનારા 9 ડિઝિટ કોડના માધ્યમથી તેના ફોનને રિમોટ કરી લે છે. RBIએ એડવાઈઝરીમાં કહ્યુ છે કે જેવી રીતે હેકર્સ આ એપનો કોડ પોતાના મોબાઈલ ફોનમાં નાંખે છે, તે પીડિત પાસે કેટલીક પરમિશન માંગે છે, આ એટલુ સામાન્ય હોય છે કે છેતરપિંડીનો ભોગ બનનારને આની કોઈ ખબર સુધા નથી પડતી.

તમને ખબર પણ નથી પડતી અને તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થઈ જાય છે અને ગણતરીની કલાકોમાં તમને ખબર પણ નથી પડતી કે તમારી સાથે શું થયુ? RBIએ એલર્ટ કરતા કહ્યુ છે કે તમે જે મોબાઈલમાં સામાન્ય રીતે મોબાઈલ બેન્કીગ એપ કે કોઈ પેમેન્ટ સબંધિત વોલેટનો ઉપયોગ કરો છો તો આના યૂપીઆઈથી ખુબજ સરળતાથી છેતરપિંડી થઈ શકે છે.

મામલાની જાણકારી રાખનારા બે લોકોએ જણાવ્યુ છે કે કેન્દ્રીય બેન્કે તમામ કોમર્શિયલ બેન્કોને એડવાઈઝરી મોકલી છે. કેમકે આનાથી ગ્રાહકોના ખાતામાં રહેલ જમા કરોડો રૂપિયા સામે ખતરો તોળાઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button