શુ તમે પણ આ રીતે જોઇ છે ગરોળી, તો જાણી લો થશે લાભ
આમ તો ગરોળીનું દેખાવું એક સામાન્ય ઘટના છે. પરંતુ આ સામાન્ય જીવની અસામાન્ય વાત એ છે કે તેનો સંબંધ શુકન અને અપશુકન સાથે પણ છે. સવારમાં ઊઠો અને તુરંત ગરોળી જોવા મળે કે પછી બહાર જતી કે આવતી વખતે શરીરના કોઈ અંગ પર ગરોળી પડે તો તે ભવિષ્યમાં થનારી ઘટનાનો સંકેત પણ હોઈ શકે છે. તો જાણો કેવી રીતે અને ક્યારે ગરોળી જોવા મળે તો થાય શુકન અને અપશુકન.
જો કોઈ વ્યક્તિ ગરોળીને સંભોગ કરતાં જોવે તો તેની મુલાકાત તેના જુના મિત્ર સાથે થાય છે. જો બે ગરોળી ઝઘડતાં જોવા મળે તો તેને ટુંક સમયમાં કોઈ પ્રિયજન સાથે ઝઘડો થવાનો સંકેત સમજવો. જમતી સમયે ગરોળીનું દેખાવું શુભ માનવામાં આવે છે. પરંતુ નવા ઘરમાં ગૃહ પ્રવેશ વખતે ગરોળી જોવા મળે તો તે અશુભ સંકેત છે. તેનો અર્થ થાય છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે.
– ગરોળીનું જમણાં ખભા પર પડવું સમાજમાં તમારા માનમાં વૃદ્ધિ થવાનો સંકેત આપે છે.
– ગરોળીનું ડાબાં ખભા પર પડવું આર્થિક નુકસાનનો સંકેત આપે છે.
– છત પર લટકતી ગરોળી જો તમારા પેટ પર પડે તો તેનો મતલબ નજીકના ભવિષ્યમાં તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તે છાતીના ભાગ પર પડે તો સમજો કે તમને સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થવાની છે.
– ગરોળી જો તમારા ઘુંટણને અડીને નીચે પડી જાય તો સમજો કે નજીકના ભવિષ્યમાં સુખ મળશે. જમણાં ગાલ પર ગરોળીનું પડવું દર્શાવે છે કે તમને વિલાસીત જીવન મળવાની સંભાવના છે.
– ડાબા ગાલ પર ગરોળીનું પડવું કોઈ દુર્ઘટનાનો સંકેત આપે છે.
– ગરોળી તમારા ખભા પર થઈને ડાબા હાથ દ્વારા નીચે ઉતરે તે દર્શાવે છે કે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તમને ધન લાભ થવાનો છે.
– જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ સ્ત્રીના શરીરના જમણાં ભાગ પર ગરોળીનું પડવું લાભદાયક છે. આવી સ્ત્રીને જલ્દી ધનલાભ થઈ શકે છે. પરંતુ ગરોળી જો ડાબા ભાગ પર પડે તેનો મતલબ નજીકના ભવિષ્યમાં સ્ત્રીના પરિવારને ધનહાનિ થઈ શકે છે.