Xiaomiનું 48MP કેમેરા વાળા ફોન અને નવા Mi LED TV આજે લોન્ચ કર્યા
ચાઈનીઝ ટેક કંપની અને સ્માર્ટફોન મેકર Xiaomi ગુરૂવારે કેટલાક પ્રોડક્ટ લૉન્ચ કરી રહી છે. Xiaomi 48MPમો રિયર કેમેરો સ્માર્ટફોનની સાથે નવા Mi TV મોડલ ઈન્ડીયન માર્કેટમાં ઉતારવા જઈ રહ્યુ છે. ગુરૂવારે Xiaomi આ સ્માર્ટફોન લૉન્ચ કરનાર છે. જેનો કેમેરો 48MPનો હશે. આ ઇવેન્ટમાં 55 ઈંચનું Mi TV 4X Pro અને Mi TV 4A Pro લૉન્ચ થશે.
રેડમી અને શાઓમી અલગ બ્રાન્ડ બનવાના સમાચારોએ વેગ પકડ્યો છે તે સમયે નવા સ્માર્ટફોનનું નામ Redmi Note 7 કે પછી Redmi Pro 2 હોય શકે છે. આ ફોન ગ્રેડિએન્ટ બ્લેક કલરમાં 48MP કેમેરા સાથે લૉન્ચ થઈ શકે છે. ફોનમાં 48MP કેમેરાની સાથે સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર, 6 ઇંચ ડિસ્પ્લે અને 4000mAh બેટરી જોવા મળી રહી છે.
કંપની ફોનથી જોડાયેલ ટીઝર અને પોસ્ટર્સમાં કેમેરાને ફોકસ કરે છે બાકી ડિટેલ્સ છુપાવવામા આવી છે. આ સ્માર્ટફોનમાં વર્ટિકલી અલાઈન્ડ ડ્યુઅલ કેમેરા અને નીચે એલઈડી ફ્લેશ જોવા મળી રહ્યુ છે. સાથે 55 ઈંચનું Mi TV 4X Pro અને 43 ઈંચનું Mi TV 4A Pro ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. આ સાથે Mi TV 4X 55 ઈંચનું અપગ્રેડ વેરિયન્ટ છે જે હાલ ચીનના માર્કેટમાં વેચાઈ રહ્યુ છે. , Mi TV 4A Proમાં 1920×1080 ફુલ એચડી પેનલ છે. જેમાં 60MHz રિફ્રેશ રેટ સાથે વાઈડ વ્યૂઈગ એગલ મળે છે.