શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યા મેન્સ સ્પોર્ટસ શૂઝ, આટલી છે તેની કિંમત
Xiaomiએ ભારતમાં પોતાનો પોર્ટફોલિયાને વિસ્તારવા Mi Men’s Sports Shoes 2ને લૉન્ચ કર્યા છે. આપને જણાવી દઈએ કે Xiaomiએ પોતાની વેબસાઈટ પર Sports Shoes 2 માટે ક્રાઉડફંન્ડીગ શરૂ કર્યુ છે. આ નવા સ્પોર્ટસ શૂઝમાં 5 ઈન 1 યૂની મોલ્ડીંગ ટેકનોલોજી આપવામાં આવી છે. સાથે આનું ફિશબોન સ્ટ્રક્ચર અચાનક આવતા મચકોડમાંથી બચાવે છે.
Xiaomi Mi Men’s Sports Shoes 2ની કિંમત ભારતમાં 2,999 રૂપિયા રાખવામાં આવી છે, જો કે શરૂઆતમાં જે ગ્રાહકો હશે તેને 500 રૂપિયાની છૂટ સાથે 2,499 રૂપિયામાં સેલ કરવામાં આવશે. આ સ્માર્ટશૂઝ 6 ફેબ્રુઆરી 2019થી ક્રાઉડફંન્ડીગ પ્લેટફોર્મ પર મળશે આનું શિપિંગ ભારતમાં 15 માર્ચથી શરૂ થશે.
Mi Men’s Sports Shoes 2ને 5 ઈન 1 યૂનિ મોલ્ડીંગ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે. આ અલગ અલગ મટીરિયલથી બન્યા છે. એટલે શોક-એબ્જોબેંટ. ડ્યુરેબલ અને સ્લીપ સેસીસ્ટન્ટ તેમજ 10 ફિશબોન સ્ટ્રક્ચર એક્સિડેન્ટલ સ્પ્રેન વિરૂદ્ધ સપોર્ટ કરી આરામદાયક રહે છે.
Xiaomiના આ નવા સ્પોર્ટસ શૂને બ્રિદેબલ અને વોશેબલ મેશ ફેબ્રીકથી તૈયાર કરવામાં આવ્યુ છે, જેનાથી તેને ખુબજ સરળતાથી ધોઈ શકાશે. આ શૂઝની ડિઝાઈન એ રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી વધારે ગ્રીપ મળશે. સાથે આ સ્પોર્ટસ શૂઝ યૂનિ બોડી સસ્પેશન બેલેસુંગલ પેચ સાથે આવશે. આ બ્લેક, ડાર્ક અને બ્લુ કલર ઓપ્શન સાથે ગ્રાહકોને મળશે.