ચીનમાં CCPની મીટીંગ દરમિયાન શી જિનપિંગને આવ્યો સ્ટ્રોક, સોશ્યલ મીડિયામાં વાયરલ સમાચારની ચર્ચા

ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના સમાચારની ચીનના સોશિયલ મીડિયા પરખૂબ ચર્ચા થઈ રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, CCP મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો. જોકે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.
ચીનમાં CCP બેઠક સોમવારથી શરૂ થઈ હતી અને ગુરુવારે સમાપ્ત થવાની હતી. ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. હકીકતમાં ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેને લઈને ચીન ખૂબ જ ચિંતિત છે. તે ઉપભોક્તા ખર્ચને વધારવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે.