મોબાઇલ એન્ડ ટેક

માઈક્રોસોફટ પાર્ટનર્સનું વિશ્વનું સૌથી મોટું સ્વતંત્ર એસોશિએસન

વિશ્વનાં સૌથી મોટા સ્વતંત્ર માઈક્રોસોફટ પાર્ટનર એસોસિએશન-ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર માઈક્રોસોફટ ચેનલ પાર્ટનર્સ (આઈએએમસીપી)નાં ગુજરાત ચેપ્ટરનો આરંભ થયો છે. માઈક્રોસોફટ ઈન્ડિયાના જનરલ મેનેજર-પાર્ટનર ઈકોસિસ્ટમ શ્રી રાજીવ સોઢી દ્વારા ગુજરાત ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. આઈએએમસીપીનાં ગુજરાત ચેપ્ટરની પ્રથમ મિટીંગ પણ આજે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની બહારનાં માઈક્રોસોફટ પાર્ટનર્સ પણ ભાગ લઈ શકે છે. આજે યોજાયેલી મિટીંગમાં ગુજરાતનાં 50થી પણ વધુ પાર્ટનરોએ ભાગ લીધો હતો.

શ્રી રાજીવ સોઢીએ તમામ પાર્ટનરોને આવકારીને આઈએએમસીપી, અમદાવાદ (ગુજરાત પ્રદેશ)નાં ચેપ્ટર બોર્ડ ટીમની ઓળખ આપી હતી. આઈએએમસીપી ગુજરાત ચેપ્ટર રજૂઆત પ્રસંગે માઈક્રોસોફટ ઈન્ડિયાનાં જનરલ મેનેજર પાર્ટનર ઈકોસિસ્ટમ શ્રી રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, ‘આઈએએમસીપીના ગુજરાત ચેપ્ટરની રજૂઆત કરતા મને આનંદ થાય છે. માઈક્રોસોફટની સફળતા તેના પાર્ટનરો અને તેમના નાવિન્યપૂર્ણ સોલ્યુશન્સ તરફ આધાર રાખે છે, જે અમારા ગ્રાહકોને વૃધ્ધિ તરફ દોરી જાય છે. ગુજરાતની ઉદ્યોગ સાહસિક ઉર્જા જાણીતી છે અને અમારા પાર્ટનરો સંસ્થાઓને ખાસ કરીને એસએમબીએસને મદદરૂપ થવા તૈયાર છે. આઈએએમસીપી ચેપ્ટર તેના પાર્ટનરોને એક છત્ર નીચે લાવીને તેમના જોડાણનું સંવર્ધન કરશે અને તેમની શ્રેષ્ઠ પ્રેકટીસીસનું આદાનપ્રદાન કરશે.

https://www.youtube.com/watch?v=IDM0wGGbyY8&feature=youtu.be

આઈએએમસીપી ઈન્ડિયાનાં પ્રેસિડેન્ટ શ્રી સુરેશ રામાણીએ આ પ્રસંગે આઈએએમસીપીનાં પ્લેટફોર્મ દ્વારા પાર્ટનરો કેવી રીતે ફાયદો મેળવી શકે અને વ્યાપારની વૃધ્ધિ કરી શકે તે અંગે વાત કરી હતી. તેમણે આઈએએમસીપીનાં પાર્ટનરીંગ અને લર્નીંગનાં સંદર્ભમાં મુલ્યો વિશે પણ વાત કરી હતી. તેમણે વિશેષપણે વિમેન ઈન ટેકનોલોજી (ડબલ્યુઆઈટી) સમુદાય, વૈવિધ્યતા અને આઈએએમસીપીનાં ઈન્કલુઝન પગલાઓ વિશે અને તેની સભ્ય સંસ્થાઓ કેવી રીતે ફાયદો મેળવી શકે તે અંગે પણ વાત કરી હતી.

આઈએએમસીપી અમદાવાદ (ગુજરાત પ્રદેશ) ચેપ્ટરના બોર્ડમાં પાંચ મુખ્ય માઈક્રોસોફટ પાર્ટનર સંસ્થાનાં એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ થાય છે. આ બોર્ડમાં પ્રેસિડેન્ટ તરીકે બિટસ્કેપનાં ડાયરેક્ટર શ્રી કાર્તિક શાહ, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સિનોવર્જનાં સહસ્થાપક સુશ્રી નમ્રતા ગુપ્તા, સેક્રેટરી જનરલ તરીકે દેવ આઈટી લિ.નાં ડાયરેક્ટર શ્રી વિશાલ વાસુ, ટ્રેઝરર તરીકે એકોમ્પલીશ કનશલ્ટીંગ પ્રા. લિ.નાં ડાયરેક્ટર શ્રી અંકિત પરાશર અને વડોદરા તેમજ દ. ગુજરાતનાં પ્રાદેશિક સેક્રેટરી તરીકે આઈટીસીજીનાં ડાયરેક્ટર શ્રી નિલેશ કુવડિયાનો સમાવેશ થાય છે.
આઈએએમસીપી મુખ્યત્વે પાર્ટનર ટુ પાર્ટનર નેટવર્કીંગ અને એજ્યુકેશન એન્ડ ગ્રોથ એમ બે મુખ્ય વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button