World

NRG સ્ટેડિયમમાં PM મોદીએ કરી ધમાકેદાર એન્ટ્રી, ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચ્યા

વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમ માટે NRG સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. અહીં ઉપસ્થિત અમેરિકાના અગ્રણી નેતાઓએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. હ્યૂસ્ટનના મેયરે તેમને એક ચાવી ભેટ કરી હતી.અને કહેવામાં આવ્યું હતું કે આ હ્યૂસ્ટન શહેરની ચાવી છે જે તમને આપી છે. આ ચાવીની પ્રતિકૃતિ મોટી હતી. હવે ટૂંક સમયમાં તેઓ સંબોધન કરશે. અત્યારે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઇ ગયું છે.

અહીં આવેલા લોકોએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ઉત્સાહિત છે અને તેઓ દેશ અને વિશ્વ માટે એક પ્રેરણાસ્વરૂપ છે. આ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થઇ હતી. કાર્યક્રમની શરુઆત ગુરુનાનકની વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકા અને ભારતની મિત્રતા દર્શાવતા એક ધમાકેદાર ગીત પર ગ્રુપે ડાન્સ રજૂ કર્યો હતો.કભી ખાઉં સમોસા કભી બર્ગરભી ખાઉં..એવા શબ્દો સાથે ભારત અને અમેરિકા વચ્ચેના લગાવને દર્શાવવામાં આવ્યો હતો.

ગુજરાતી ગરબાની રમઝટમાં લોકો ઝૂમી ઉઠ્યાં હતા. તે સિવાય ભાંગડા, ઇન્ડો વેસ્ટર્ન ફ્યૂઝન, રેપ સોંગ અને અન્ય રજૂઆતોને લોકોએ મન ભરીને માણી હતી.આ પ્રસંગે હ્યૂસ્ટનના મેયરે કહ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાનનું સ્વાગત કરે છે. ભારત હ્યૂસ્ટન સાથે ચોથો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. અહીં હાઉડી શબ્દ અલગ અલગ ભાષાઓમાં બોલાય છે. અત્યારે આપણે સૌ કહી રહ્યાં છીએ , હાઉડી મોદી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button