દેશવિદેશ
નેપાળના સેનના પ્રમુખ જાન્યુઆરીમાં ભારતની યાત્રા કરશે
નેપાળનાં સેના પ્રમુખ જનરલ પૂર્ણ ચંદ્ર થાપા આગામી મહીને ભારતની યાત્રા કરશે. જ્યાં ભારતીય સેના તેઓને જનરલની માનદ પદવી એનાયત કરશે. નેપાળી સેનાંનાં એક વરિષ્ઠ અધિકારીએ રવિવારનાં રોજ આ અંગે જાણકારી આપી છે.
એકબીજાનાં સેના પ્રમુખને આ માનદ પદવી પ્રદાન કરવી એ બંને પાડોશી દેશોની વચ્ચેનો એક રિવાજ છે. નેપાળી સેનાનાં પ્રવક્તા બ્રિગેડીયર જનરલ ગોકુલ ભંડારીએ કહ્યું કે, સેના પ્રમુખ જનરલ પૂર્ણ ચંદ્ર થાપા 11 જાન્યુઆરીનાં રોજ ભારત આવવા રવાના થશે.
સેના પ્રમુખનો પદભાર સંભાળ્યાં બાદ આ તેમની પહેલી વિદેશી યાત્રા હશે. પ્રવક્તાએ જણાવ્યું કે, છ દિવસની આ યાત્રા દરમ્યાન જનરલ થાપાને રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાનાં માનક પ્રમુખનું પદ સોંપાશે.