ફેશિયલ કરવતા સમયે મહિલાઓએ ખાસ રાખવું જોઇએ ધ્યાન
દરેક મહિલા માટે Facial કરાવવું સૌથી વધારે રિલેક્સિંગ કામ હોય છે. ૩૦ વર્ષની ઉંમર સુધી પહોંચ્યા બાદ જ મહિનામાં એક વાર Facial કરાવવાથી ચહેરાની ત્વચા માટે ઘણી જ સારી રહે છે. પાર્લરમાં કેટલાક પ્રકારનાં ફેશિયલ હોય છે અને દરેક વ્યક્તિ પોતાની ત્વચાનાં પ્રકાર મુજબ ફેશિયલની પસંદગી કરે છે. જેથી તેમની ત્વચા ચમકદાર અને સ્વસ્થ બની જશે. પરંતુ ફેશિયલ કરાવ્યા બાદ તમારે કેટલીક વાતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે ફેશિયલ કરાવ્યા બાદ ત્વચાનો ખ્યાલ કઈ રીતે રાખવો જોઈએ.
વેક્સિંગ ન કરાવો
ફેશિયલ કરાવ્યા બાદ તરત જ ક્યારેય ચહેરા પર વેક્સિંગ ન કરાવો. કારણ કે, ફેશિયલ બાદ ચહેરાની સૌથી ઉપરની ત્વચા ઘણી જ મુલાયમ અને સંવેદનશીલ થઇ જાય છે અને વેક્સ કરવાથી ત્વચા ખેંચાઈ જાય છે.
ત્વચાને સ્ક્રબ ન કરો
કેટલાક લોકોને ફેશિયલ કરાવ્યા બાદ ત્વચાને ખેંચવા અને તેને કાઢવાની આદત હોય છે. તેવું બિલકુલ ન કરો. તમે ઓછામાં ઓછા ૧૨ કલાક માટે ત્વચાને હાથ નહી લગાવો તો તે શ્રેષ્ઠ રહેશે.
થ્રેડીંગ ન કરાવો
જો તમે ફેશિયલ અને થ્રેડીંગ બંને કરાવવા ઈચ્છો છો તો પહેલા થ્રેડીંગ કરાવી લો અને ત્યાર બાદ ફેશિયલ કરાવો. આમતો થ્રેડીંગ ઘણી જ પીડા ભરેલી પ્રકિયા હોય છે અને તેવામાં ફેશિયલ બાદ મુલાયમ ત્વચા પર પીડાદાયક થઇ શકે છે. તેથી જ અમારી સલાહ છે કે, તમે ફેશિયલ બાદ ક્યારેય પણ થ્રેડીંગ ન કરાવો.5. ફેશિયલ કરાવ્યા બાદ ન કરો આ ભૂલો